IND vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પૃથ્વી શોનું સિલેક્શન નહી થવા પર ભડક્યો આકાશ ચોપડા, કહી આ વાત
ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. અહીં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની T20 અને એટલી જ મેચોની ODI શ્રેણી રમવાની છે.
Aakash Chopra on Prthvi Shaw: ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. અહીં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની T20 અને એટલી જ મેચોની ODI શ્રેણી રમવાની છે. જો કે, આ શ્રેણી પહેલા ચાહકો અને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોને આશા હતી કે આ પ્રવાસમાં ભારતના યુવા ઓપનર પૃથ્વી શૉની પસંદગી કરવામાં આવશે. જો કે તેને ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું નથી. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પૃથ્વી શૉને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં સ્થાન ન આપવા પર નારાજગી વ્યક્ત કરી છે. આકાશ ચોપડાએ કહ્યું કે તમે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની સ્ક્વોડને જેટલી વધુ જોશો, તેટલું જ તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી શૉ તેનો ભાગ કેમ નથી.
આકાશ ચોપરા પૃથ્વી શૉના સમર્થનમાં આવ્યા હતા
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પૃથ્વી શૉનું સમર્થન કરતાં લખ્યું કે 'તમે ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય ટીમની ટી20 ટીમને જેટલી વધુ જોશો, એટલું જ તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી શૉ તેનો ભાગ કેમ નથી. તમે પાવરપ્લેમાં રમવાની શૈલી અને રીત બદલવા માંગો છો.
તમને જણાવી દઈએ કે પૃથ્વી શૉ T20 ક્રિકેટમાં પોતાની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. તેણે તાજેતરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તેના ફોર્મને જોઈને દરેકને આશા હતી કે તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાં તક આપવામાં આવશે. જોકે પસંદગી સમિતિએ તેને આ પ્રવાસ માટે પસંદ કર્યો નથી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ તેની પસંદગી ન થવા પર નારાજગી વ્યક્ત કરી છે.
ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત, શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, ડબલ્યુ સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મો. સિરાજ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક
શાસ્ત્રીએ કરી હાર્દિક પંડ્યાને ટી20માં કેપ્ટન બનાવવાની માંગ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સતત હાર્દિક પંડ્યાને ભારતનો નવો T20 કેપ્ટન બનાવવાની વાત કરી રહ્યા છે. હાર્દિક હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટી20 શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શાસ્ત્રીએ ફરી એકવાર હાર્દિકને કેપ્ટન બનાવવાની માંગ કરી છે અને આ વખતે તેણે કપિલ દેવનું ઉદાહરણ પણ આપ્યું છે. શાસ્ત્રીએ હાર્દિકને કપિલ જેવો લીડર અને ખેલાડી ગણાવ્યો છે.
તેણે કહ્યું, "તેની પાસે આક્રમકતા અને સાતત્ય છે, તેથી તે ટીમના અન્ય ખેલાડીઓમાં જોવા મળશે. મને યાદ છે કે જ્યારે કપિલ દેવ ટીમના સુકાની હતા. જ્યારે તમારી પાસે પ્રભાવશાળી ખેલાડી હોય અને જ્યારે તમારી પાસે ઓલરાઉન્ડર હોય અને જ્યારે કોઈ વ્યક્તિ તેના જેવા હોય. જો તમે એવા ખેલાડી છો કે જે આખી 20 ઓવરો સુધી સમાન ઉર્જા જાળવી શકે છે, તો તેનાથી ઘણો ફરક પડે છે. અન્ય લોકોની પ્રેરણા વધે છે અને તેઓ તેની બરાબરી કરવા માંગે છે. હું એ જોવા માટે બેતાબ છુ કે હાર્દિક કઈ રીતે ટીમને લીડ કરશે.