Alex Hales Retirement: ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ તમામને ચોંકાવ્યા, વર્લ્ડ કપ પહેલા નિવૃતિની કરી જાહેરાત
એલેક્સ હેલ્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી રહી નથી. પરંતુ હેલ્સ છેલ્લા એક વર્ષથી ટી-20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ રહ્યો હતો.
Alex Hales Has Announced His Retirement: ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનર એલેક્સ હેલ્સે ચોંકાવનારો નિર્ણય લીધો છે. 34 વર્ષની ઉંમરે એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એલેક્સ હેલ્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી રહી નથી. પરંતુ હેલ્સ છેલ્લા એક વર્ષથી ટી-20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ રહ્યો હતો.
એલેક્સ હેલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટમાં હેલ્સે લખ્યું કે હું તમને બધાને જણાવવા માંગુ છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. દેશ માટે ત્રણેય ફોર્મેટમાં 156 મેચ રમી તે મારા માટે ગર્વની વાત છે.
હેલ્સે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે આ સમય દરમિયાન મેં કેટલીક એવી યાદો અને મિત્રો બનાવ્યા છે જે જીવનભર મારી સાથે રહેશે. હવે મને લાગે છે કે અહીંથી આગળ વધવાનો સમય આવી ગયો છે અને તેથી જ મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી છે.
View this post on Instagram
ગત વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી
વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં એલેક્સ હેલ્સે ઈંગ્લેન્ડને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેલ્સે ઈંગ્લેન્ડની ટીમ માટે 11 ટેસ્ટ, 70 વનડે અને 75 ટી20 મેચ રમી છે. આ દરમિયાન હેલ્સના નામે 573 અને 5 અડધી સદીની ઇનિંગ્સ છે. વનડેમાં 2419 રનની સાથે 6 સદી અને 14 અડધી સદીની ઇનિંગ્સ છે. હેલ્સે T20 ઇન્ટરનેશનલમાં 2074 રનની સાથે 1 સદી અને 12 અડધી સદીની ઇનિંગ્સ રમી છે.
સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી
આ પહેલા ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી હતી. બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં બે વાર હેટ્રિક લેનાર બ્રોડ એકમાત્ર બોલર છે. આ સાથે તેણે 600થી વધુ વિકેટ પણ લીધી છે. બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તેના માટે એક ઓવર એવી હતી, જેને દુનિયાભરના ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. યુવરાજે બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજના છ છગ્ગા આજે પણ લોકોને યાદ છે. તમને જણાવી દઈએ કે બ્રોડે ઈંગ્લેન્ડ માટે 166 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 600 વિકેટ લીધી છે. તેણે 121 વનડેમાં 178 વિકેટ લીધી છે. બ્રોડે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 65 વિકેટ લીધી છે.
https://t.me/abpasmitaofficial