શોધખોળ કરો

Ambati Rayudu: નિવૃત્તિ બાદ અંબાતી રાયડુએ BCCIના પૂર્વ ચીફ પર ગંભીર આરોપ લગાવતા ક્રિકેટ જગતમાં ખળભળાટ

Ambati Rayudu On Shivlal Yadav: IPL 2023 સીઝન પછી, અંબાતી રાયડુએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. તે આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો.

Ambati Rayudu On Shivlal Yadav: IPL 2023 સીઝન પછી, અંબાતી રાયડુએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. તે આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. જોકે, અંબાતી રાયડુ નિવૃત્તિ બાદ ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં, અંબાતી રાયડુએ બીસીસીઆઈના પૂર્વ વચગાળાના ચીફ અને ટીમ ઈન્ડિયા તરફથી રમતા શિવલાલ યાદવ પર મોટો આરોપ લગાવ્યો છે. અંબાતી રાયડુએ આરોપ લગાવ્યો છે કે શિવલાલ યાદવે શરૂઆતના દિવસોમાં તેની કારકિર્દી બગાડવાનો પ્રયાસ કર્યો હતો.

'હું શિવલાલ યાદવના પુત્ર અર્જુન યાદવ કરતા સારું ક્રિકેટ રમી રહ્યો હતો, પણ...'

હાલમાં જ અંબાતી રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. હવે તેણે ખુલાસો કર્યો છે કે શિવલાલ યાદવ તેમના પુત્ર અર્જુન યાદવની તરફેણ કરતા હતા, તે સમયે શિવલાલ યાદવ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા. અંબાતી રાયડુએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી કારકિર્દીમાં રાજકારણની શરૂઆત થઈ હતી. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ શિવલાલ યાદવના પુત્ર અર્જુન યાદવ કરતા હું સારું ક્રિકેટ રમતો હતો, પરંતુ મને સતત હેરાન કરવામાં આવતો હતો, તે પોતાના પુત્ર માટે આવું કરતા હતો. તેમજ તેઓએ મને ટીમમાંથી બહાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

'મેં ઇન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું, પણ...'

અંબાતી રાયડુનું કહેવું છે કે શિવલાલ યાદવના નજીકના મિત્રો વર્ષ 2004માં પસંદગી સમિતિનો ભાગ બન્યા હતા. તે સમયે મેં ભારત-A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમ છતાં મને તકો મળી ન હતી. તે પછી પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી રહી, લગભગ 4 વર્ષ સુધી હું અંધારામાં હતો. અંબાતી રાયડુએ વર્ષ 2005માં હૈદરાબાદ છોડી દીધું હતું, ત્યારબાદ તેણે આંધ્રપ્રદેશ તરફથી રમવાનું શરૂ કર્યું હતું. અંબાતી રાયડુએ કહ્યું કે તે સમયે એમએસકે પ્રસાદ આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.

આવતા મહિને રાયુડુની ફરીથી થશે મેદાનમાં એન્ટ્રી

તાજેતરમાં જ પુરી થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ધોનીની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સ વિજેતા બની હતી, આ ટીમ પાંચમી વાર ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો, આ ટીમનો ભાગ રહી ચૂકેલા મેચ વિનર ખેલાડી અંબાતી રાયુડુને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાતી રાયુડુએ IPLની છેલ્લી મેચ ફાઇનલ રમ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે, હવે રાયુડુ ફરી એકવાર મેદાનમાં દેખાશે. અંબાતી રાયડુ હવે અમેરિકાની T20 મેજર લીગ ક્રિકેટ (MLC)માં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી ટીમ ટેક્સાસ સુપર કિંગ્સ સાથે રમતા જોવા મળશે. MLCનો પ્રથમ તબક્કો 13મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે.

અંબાતી રાયડુ આઈપીએલની 16મી સીઝનમાં ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, IPLની 16મી સિઝનમાં અંબાતી રાયડુએ 16 મેચમાં 139.82ના સ્ટ્રાઈક રેટથી 158 રન બનાવ્યા હતા. જોકે હવે અંબાતી રાયડુની આઇપીએલ કેરિયર પુરી થઇ ગઇ છે, અને વિદેશી લીગમાં પોતાનો દમદબો બતાવશે. 

IPLમાં CSKમાંથી રમનારા કેટલાય ખેલાડીઓ પણ ટીમમાં સામેલ 
અંબાતી રાયુડુ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમી ચૂકેલા ડેવૉન કૉનવે, મિશેલ સેન્ટનર પણ જોવા મળશે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સના કૉચ સ્ટીફન ફ્લેમિંગ પણ અહીં ટેક્સાસ સુપર કિંગ્સના કૉચ છે. વળી, CSK બૉલિંગ કૉચ ડેવૉન બ્રાવો પણ ટેક્સાસ સુપર કિંગ્સ સાથે એક ખેલાડી તરીકે રમતો જોવો મળશે. આ ઉપરાંત IPLની 16મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમનાર ડેવિડ મિલર પણ ટીમ ટેક્સાસ સુપર કિંગ્સનો ભાગ છે.

બીજી તરફ અંબાતી રાયડુના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડીએ આઈપીએલ મેચો સિવાય ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં 55 વનડેમાં 47.06ની એવરેજથી 1694 રન બનાવ્યા. રાયડુના નામે વનડેમાં 3 સદી અને 10 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. રાયડુને 7 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની તક પણ મળી, જોકે તે 12.2ની સરેરાશથી માત્ર 61 રન જ જોડી શક્યો છે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget