શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં વિરાટ સાફ કરવા બેઠો પોતાના બૂટ, જાણો કોણે ફોટો પાડી લીધો?
ઓસ્ટ્રેલિયા ટૂર પહેલા વિરાટ પોતાના બૂટને સાફ કરવા લાગ્યો હતો, અને આનો એક ફોટો પત્ની અનુષ્કા શર્માએ પાડી લીધો અને તેને સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો હતો, જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે
નવી દિલ્હીઃ નવેમ્બર મહિનાના અંતથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાંબા સમય બાદ ક્રિકેટ સીરીઝ શરૂ થઇ રહી છે. હાલ આઇપીએલ પુરી કરીને ઘરે પહોંચેલા વિરાટે પોતાના સરસામાનને યોગ્ય રીતે ગોઠવવાનુ શરૂ કરી દીધુ છે. ઓસ્ટ્રેલિયા ટૂર પહેલા વિરાટ પોતાના બૂટને સાફ કરવા લાગ્યો હતો, અને આનો એક ફોટો પત્ની અનુષ્કા શર્માએ પાડી લીધો અને તેને સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો હતો, જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
અભિનેત્રી અને વિરાટની પત્ની અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિરાટની એક તસવીર શેર કરી છે જેમા વિરાટ પોતાના બૂટની સફાઇ કરતો દેખાઇ રહ્યો છે. તસવીર શેર કરતાં અનુષ્કાએ લખ્યું- ઓસ્ટ્રેલિયા ટૂર પહેલા પતિ વિરાટ પોતાના ગંદા બૂટની સફાઇ કરી રહ્યો છે. તસવીર પ્રમાણે વિરાટ બાથરૂમમાં બ્લૂ ટી શર્ટ પહેરીને પોતાના ગંદા બૂટ ટૂથબ્રશથી સાફ કરતો દેખાઇ રહ્યો છે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ મેચની ટી-20 સીરિઝ, ત્રણ મેચની વન ડે સીરિઝ અને ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. તેના બાદ ત્રણ ટી20 મેચ રમાશે. 18 ઓક્ટોબરથી એડિલેડમાં બન્ને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement