Ashes Series 2023: બીજી એશિઝ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, આ બોલર ઇજાના કારણે સીરિઝમાંથી બહાર
એશિઝ 2023માં ઓસ્ટ્રેલિયાએ સતત બે ટેસ્ટ જીતીને 2-0ની સરસાઈ મેળવી છે
Nathan Lyon, Ashes 2023: એશિઝ 2023માં ઓસ્ટ્રેલિયાએ સતત બે ટેસ્ટ જીતીને 2-0ની સરસાઈ મેળવી છે. આ દરમિયાન ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ટીમનો સ્ટાર સ્પિનર નાથન લિયોન ઈજાના કારણે બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. બીજી ટેસ્ટ (લોર્ડ્સ ટેસ્ટ) દરમિયાન લિયોન ઇજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો.
Australia have announced their 16-player squad for the final three #Ashes Tests against England 👀
— ICC (@ICC) July 3, 2023
Details ⬇️https://t.co/dgaWHkUx2J
નોંધનીય છે કે નાથન લિયોન ઇજાના કારણે એશિઝ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ટોડ મર્ફીને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ મેટ રેનશોને પણ ટીમમાંથી બહાર કરી દેવાયો છે.
ઓસ્ટ્રેલિયાએ સીરિઝની બાકી ત્રણ મેચ માટે ટીમ જાહેર કરી
ઓસ્ટ્રેલિયાએ બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં નાથન લિયોનને સ્થાન મળ્યું નથી. તેના સ્થાને ટોડ મર્ફીને ટીમમાં જગ્યા મળી છે. આ સાથે જ મેટ રેનશોને પણ ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે.
વાસ્તવમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની એશિઝ ટેસ્ટ શ્રેણીમાં 2-0થી આગળ છે. સ્પિનર નાથન લિયોન લોર્ડ્સ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી બીજા દાવમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં બેટિંગ કરવા માટે ક્રિઝ પર પહોંચ્યો અને દરેક તેના જુસ્સાના વખાણ કરી રહ્યા છે પરંતુ નાથન બાકીની ત્રણ મેચમાં રમતો જોવા મળશે નહીં. 35 વર્ષીય નાથન લિયોન ઈજાના કારણે સમગ્ર એશિઝ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
A hard-fought win 💪
— ICC (@ICC) July 2, 2023
Australia overcome brilliant Ben Stokes to go 2-0 up in the #Ashes ✌#WTC25 | #ENGvAUS 📝: https://t.co/liWqlPCKqn pic.twitter.com/Zc2cyOsrBw
નોંધનીય છે કે ટોડ મર્ફીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન તેણે કુલ 14 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ સામે પણ તેની પાસેથી આ પ્રદર્શનની અપેક્ષા છે.
છેલ્લી ત્રણ એશિઝ ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ટોડ મર્ફી, માઈકલ નેસર , જીમી પિયરસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.