Asia Cup 2022: Arshdeepને ટાર્ગેટ કરતાં પહેલાં લોકોએ આ આંકડા જોવા જોઈએ, ભુવનેશ્વર કરતાં આગળ છે અર્શદીપ
એશિયા કપ 2022ની સુપર 4ની મેચમાં ભારતને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
Arshdeep Singh Bhuvneshwar Kumar Team India Asia Cup 2022: એશિયા કપ 2022ની સુપર 4ની મેચમાં ભારતને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ પહેલા ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ અર્શદીપ સિંહ ટ્રોલ થયો હતો. સાથે જ શ્રીલંકા સામેની હાર બાદ પણ અર્શદીપને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો આપણે ઇકોનોમી રેટ પર નજર કરીએ તો અર્શદીપ T20 વર્લ્ડ કપ 2021 બાદ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે.
અર્શદીપે ભુવનેશ્વર કુમારને પણ પાછળ છોડ્યોઃ
T20 વર્લ્ડ કપ 2021 બાદથી ડેથ ઓવરોમાં બોલિંગ કરનાર અર્શદીપ શ્રેષ્ઠ બોલર રહ્યો છે. આ દરમિયાન અર્શદીપનો ઈકોનોમી રેટ સૌથી સારો રહ્યો હતો. અર્શદીપે આ મામલે ભુવનેશ્વર કુમારને પણ પાછળ છોડી દીધો હતો. T20 વર્લ્ડ કપ પછી માત્ર 4 ભારતીય બોલરોએ ડેથ ઓવરોમાં 5થી વધુ ઓવર કરી છે અને તેમાં અર્શદીપની ઈકોનોમી સૌથી સારી છે. જ્યારે ભુવી આ મામલામાં બીજા નંબરે છે.
T20 વર્લ્ડ કપ 2021 પછી, માત્ર 4 ભારતીય બોલરોએ T20I ડેથઓવરમાં 5 થી વધુ ઓવર ફેંકી. જેમાં અર્શદીપ, ભુવનેશ્વર, હર્ષલ પટેલ અને અવેશ ખાનનો સમાવેશ થાય છે. અવેશને એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં પણ જગ્યા મળી છે. પરંતુ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આ પછી બીમારીના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ભારતીય બોલર્સની ઈકોનોમી રેટઃ
અર્શદીપ સિંહ - 6.51
ભુવનેશ્વર કુમાર - 10.08
હર્ષલ પટેલ - 11.12
અવેશ ખાન - 18.00
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિરૂદ્ધ સુપર-4 મેચમાં અર્શદીપ સિંહનો એક કેચ ચૂકી ગયો હતો. પાકિસ્તાનના આસિફ અલીનો કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ભારે પડ્યો હતો. અંતે ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ. ઉલ્લેખનીય છે કે, ભારતને છેલ્લી ઓવરમાં શ્રીલંકા અને પાકિસ્તાન બંને સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવર ફેંકી હતી.
આ પણ વાંચો...