(Source: ECI/ABP News/ABP Majha)
Asia Cup 2022: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું બુકિંગ આ દિવસે શરુ થશે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે તારીખ જાહેર કરી
Asia Cup 2022 IND vs PAK: 27 ઓગસ્ટથી એશિયા કપ-2022 શરૂ થશે. તેની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.
Asia Cup 2022 IND vs PAK: 27 ઓગસ્ટથી એશિયા કપ-2022 શરૂ થશે. તેની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 28 ઓગસ્ટે રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે હાલમાં જ ચાહકોને આ અંગેના મોટા સમાચાર આપ્યા છે, જે મુજબ એશિયા કપની ટિકિટોનું બુકિંગ 15 ઓગસ્ટથી શરૂ થશે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટ્વિટર દ્વારા ટિકિટ બુકિંગની તારીખ જાહેર કરી છે. કાઉન્સિલે ટ્વીટમાં વેબસાઇટની લિંક પણ આપી છે, જેના દ્વારા ટિકિટ બુક કરી શકાય છે. જે ક્રિકેટપ્રેમીઓ મેચને સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોવા માંગે છે તેઓ, 15મી ઓગસ્ટથી ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, 15મી ઓગસ્ટે બુકિંગ શરૂ થયા પછી ટૂંક સમયમાં ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ જશે.
Tickets🎟for Asia Cup 🏆2022 go up for sale on August 15th 🗓 Visit the link below from Monday onwards to book your tickets:https://t.co/BjfeZVCIxi pic.twitter.com/Q8y9mwj6Z5
— AsianCricketCouncil (@ACCMedia1) August 13, 2022
નોંધનીય છે કે, એશિયા કપ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે તેની ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આ પહેલા સુપર ફોરની 6 મેચ રમાશે. સુપર ફોરની પ્રથમ મેચ 3 સપ્ટેમ્બરે શારજહાનમાં રમાશે. જ્યારે તેની છેલ્લી મેચ ફાઈનલના બે દિવસ પહેલાં 9 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ દુબઈમાં રમાશે. સુપર ફોરની પ્રથમ મેચ સિવાય અન્ય તમામ મેચ દુબઈમાં યોજાનાર છે.
સુપર 4માં ફરીથી સામ-સામે હોઈ શકે છે ભારત-પાકિસ્તાન
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમને એક ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ઠના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમશે. આ પછી સુપર 4માં બંને ટીમે એક વાર ફરીથી ટકરાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, બંને ગ્રુપમાં 2-2 ટીમો આગળના રાઉન્ટ માટે ક્વોલીફાઈ કરશે. જો કોઈ અપસેટ ના સર્જાય તો ભારત અને પાકિસ્તાનની મેચ 4 સપ્ટેમ્બરના રોજ હોઈ શકે છે.
11 સપ્ટેમ્બરે રમાશે ફાઈનલ મેચ