શોધખોળ કરો

Asia Cup 2022: ફરી એકવાર ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, આ તારીખથી શ્રીલંકામાં રમાશે એશિયા કપ

Asia Cup 2022: વર્ષ 1984માં શરૂ થયેલો એશિયા કપ પહેલા વન ડે ટુર્નામેંટ જ હતો પરંતુ 2016માં તે પ્રથમ વખત ટી20 ફોર્મેટમાં રમાયો હતો.

Asia Cup 2022: એશિયન ક્રિકેટ કાઉન્સિલે શનિવારે એશિયા કપ 2022ની તારીખોનુ એલાન કરી દીધુ છે. આગામી એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરની વચ્ચે શ્રીલંકામાં રમાશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. આની ક્વૉલિફાયર મેચો 20 ઓગસ્ટ 2022 થી શરૂ થશે.

2018માં ભારત બન્યું હતું વિજેતા

એસીસીએ જોકે હજુ સુધી આના શિડ્યૂલની જાહેરાત નથી કરી. 2016 બાદ પહેલીવાર આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. 2018માં છેલ્લીવાર એશિયા કપનુ આયોજન થયુ હતુ. તે દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટ ભારતે જીતી હતી. 7 વાર એશિયા કપનો ખિતાબ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયાની નજર આ વખતે 8માં ખિતાબ જીતીને જીતની હેટ્રિક પર રહેશે. ભારત વર્ષ 2016 અને 2018 માં સળંગ બે વખત ચેમ્પીયન બની ચૂક્યુ છે. 

એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન દર બે વર્ષે થાય છે, પરંતુ 2020ની એડિશનને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ કૉવિડ-19ના કારણે રદ્દ કરી દીધી હતી. આ કારણે સમિતિએ ટૂર્નામેન્ટને આ વર્ષે આયોજિત કરવાનો નિર્ણય કર્યો. 

વર્ષ 1984માં શરૂ થયેલો એશિયા કપ પહેલા વન ડે ટુર્નામેંટ જ હતો પરંતુ 2016માં તે પ્રથમ વખત ટી20 ફોર્મેટમાં રમાયો હતો. ચાલુ વર્ષે રમાનારો એશિયા કપ ટી20 ફોર્મેટમાં બીજી વખત રમાશે. અત્યાર સુધીમાં કુલ 14 વખત એશિયા કપનું આયોજન થયું છે. ભારત સાત વખત વિજેતા બન્યું છે. શ્રીંલકાએ પાંચ વખત અને પાકિસ્તાને બે વખત ટાઈટલ જીત્યું છે. બાંગ્લાદેશ એકપણ વખત એશિયા કપ જીતી શક્યું નથી. તે ત્રણ વખત રનર અપ રહ્યું છે.

આટલી ટીમો લેશે હિસ્સો

એશિયા કપ 2022માં છ ટીમો હિસ્સો લેશે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની સાથે એક ક્વોલિફાયર ટીમ હશે. ક્વોલિફાયર મુકાબલા યુએઈ, કુવૈતા, સિંગાપોર અને હોંગકોંગ વચ્ચે રમાશે. 20 ઓગસ્ટ 2022થી આ મુકાબલા રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget