શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

ગાલે ટેસ્ટના પહેલા દિવસે દેવદત્ત પડિકલે ઐતિહાસિક સદી ફટકારી, પરંતુ શાનદાર ફોર્મમાં રમી રહેલો કેએલ રાહુલ 77 રને રિટાયર્ડ હર્ટ થતાં ભારતીય છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેએલ રાહુલ ૭૭ રને ઇજાગ્રસ્ત થઈ, મેદાન છોડવું પડ્યું.
  • દેવદત્ત પડિકલે ઐતિહાસિક ૧૩૧ રનની સદી ફટકારી અણનમ રહ્યો.
  • ભારતે પહેલા દિવસના અંતે ૨૮૮/૨ રન બનાવ્યા, પડિકલ-પંત અણનમ.

KL Rahul injury update: ગાલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોનો જબરદસ્ત દબદબો જોવા મળ્યો. પણ, આ ખુશીની વચ્ચે ટીમ ઈન્ડિયાના ચાહકો માટે એક માઠા સમાચાર પણ સામે આવ્યા છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો આપણો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો છે. રાહુલ બહુ જ સરસ રમી રહ્યો હતો અને 77 રન બનાવીને પોતાની સદી તરફ મક્કમ ડગલા માંડી રહ્યો હતો. પરંતુ, ત્રીજું સેશન શરૂ થાય તે પહેલાં જ તેની ઈજાના સમાચાર આવ્યા અને તેણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાન છોડવું પડ્યું.

શરૂઆત રહી શાનદાર, પણ પછી આવ્યો વળાંક

મેચની વાત કરીએ તો, કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કર્યું. યશસ્વી 32 રન બનાવીને કમનસીબે રનઆઉટ થઈ ગયો. ત્યારપછી રાહુલ અને દેવદત્ત પડિકલે બાજી સંભાળી અને ઇનિંગને એક મજબૂત સ્થિતિમાં લાવી દીધી. બંનેએ બીજા સેશન સુધી પોતાની વિકેટ પડવા ન દીધી અને શ્રીલંકન બોલરોનો મક્કમતાથી સામનો કર્યો.

પીડામાં દેખાયો રાહુલ, માંડ ચઢી શક્યો સીડીઓ

ચાના વિરામ (ટી-બ્રેક) દરમિયાન રાહુલને હાથ અને પગમાં ભારે ખેંચાણ અને દુખાવો ઉપડ્યો. તે ફિઝિયો સાથે જ હતો અને ત્રીજા સેશનમાં બેટિંગ કરવા માટે ઉતરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તેનો દુખાવો એટલો બધો હતો કે તેણે મજબૂરીમાં રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. તેની જગ્યાએ કેપ્ટન શુભમન ગિલ બેટિંગમાં આવ્યો, પણ તે માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયો.

રાહુલની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે. તે ફિઝિયોનો ટેકો લઈને માંડ-માંડ પવેલિયનની સીડીઓ ચઢતો જોવા મળ્યો હતો. તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ખૂબ જ પીડામાં છે. હાલમાં બીસીસીઆઈ (BCCI) તરફથી તેની ઈજા અંગે કોઈ સત્તાવાર નિવેદન કે અપડેટ આવ્યું નથી, પણ પરિસ્થિતિ જોતા ઈજા ગંભીર હોવાનું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, સાઇ સુદર્શન અને જસપ્રીત બુમરાહ પહેલેથી જ ઈજાના કારણે શ્રીલંકા સામેની આ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. હવે જો રાહુલ બહાર થશે તો ટીમ માટે મોટી મુશ્કેલી સર્જાશે.

આ પણ વાંચોઃ દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

દેવદત્ત પડિકલની ઐતિહાસિક સદી

બીજી તરફ, ગેલે ટેસ્ટનો પહેલો દિવસ વરસાદના કારણે થોડો પ્રભાવિત રહ્યો અને કુલ 73 ઓવરની જ રમત શક્ય બની. પહેલા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાને 288 રન બનાવી લીધા છે. દિવસનો સૌથી મોટો હીરો રહ્યો દેવદત્ત પડિકલ, જેણે એક ઐતિહાસિક સદી ફટકારી છે. તે 15 ઓગસ્ટના રોજ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે પડિકલ 131 રન પર અને ઋષભ પંત 27 રન પર અણનમ રહ્યા હતા. હવે બીજા દિવસે આ બંને ખેલાડીઓ ભારતની ઇનિંગને આગળ વધારશે.

આ પણ વાંચોઃ WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

Frequently Asked Questions

કેએલ રાહુલને શું ઈજા થઈ છે?

ચાના વિરામ દરમિયાન કેએલ રાહુલને હાથ અને પગમાં ભારે ખેંચાણ અને દુખાવો થયો હતો. તેને પીડાને કારણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું.

કેએલ રાહુલ કેટલા રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો?

કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં હતો અને 77 રન બનાવીને પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે જ તેને ઈજા થતાં રિટાયર્ડ હર્ટ થવું પડ્યું.

ગેલે ટેસ્ટના પહેલા દિવસે કયા ભારતીય બેટ્સમેને સદી ફટકારી?

ગેલે ટેસ્ટના પહેલા દિવસનો હીરો દેવદત્ત પડિકલ રહ્યો, જેણે ઐતિહાસિક સદી ફટકારી. તે 15 ઓગસ્ટના રોજ ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.

પહેલા દિવસના અંતે ભારતે કેટલા રન બનાવ્યા?

વરસાદથી પ્રભાવિત પહેલા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાને 288 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલ 131 રન અને ઋષભ પંત 27 રન પર અણનમ રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Embed widget