Asia Cup 2023 : એશિયા કપનો કાર્યક્રમ થયો જાહેર, ગુજરાતીઓ માટે માઠા સમાચાર
એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ જાણકારી આપી છે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો કુલ 13 વનડે રમશે.
Asia Cup to be played in Hybrid Model : આખરે એશિયા કપ 2023ની તારીખો જાહેર કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ જાણકારી આપી છે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો કુલ 13 વનડે રમશે. આ ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવશે. જેમાં માત્ર ચાર જ મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની નવ મેચો શ્રીલંકામાં રમાશે.
બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે ટૂર્નામેન્ટની યજમાનીને લઈને મતભેદ હતા. આ કારણોસ, આ ટૂર્નામેન્ટનું શિડ્યુલ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ફાઈનલ મેચ શ્રીલંકામાં રમાય શકે છે.
એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાને કરી હતી, પરંતુ BCCI પોતાની ટીમને અહીં મોકલવા તૈયાર નથી. આ કારણોસર આ ટૂર્નામેન્ટ અન્ય દેશમાં આયોજિત કરવાને લઈને હાઈબ્રિડ મોડલ રજુ કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશો તેમની ટીમો મોકલવા માટે તૈયાર હતા, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપની યજમાની છોડવા તૈયાર નહોતું. આ સ્થિતિમાં એક વચલો માર્ગ કાઢવામાં આવ્યો અને હવે આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવામાં આવી રહી છે. હવે પાકિસ્તાનની ટીમ તેની લીગ મેચો પાકિસ્તાનમાં રમશે, જ્યારે સુપર ફોરની મેચો અને ભારતીય ટીમની મેચો શ્રીલંકામાં રમાશે. ફાઇનલ મેચ પણ શ્રીલંકામાં જ રમાશે.
આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રૂપની ટીમો એકબીજા સાથે રમશે અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી ટીમ બહાર થઈ જશે. આ સાથે જ બંને ગ્રુપના પોઈન્ટ ટેબલમાં ટોચની બંને ટીમો સુપર ફોરમાં જગ્યા બનાવી લેશે. અહીં પણ ચાર ટીમો એકબીજા સાથે રમશે અને ટોચની બે ટીમો ફાઇનલ મેચ રમશે. આ વખતે એશિયા કપનું આયોજન ODI વર્લ્ડ કપ પહેલા કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં આ ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં હશે. ગયા વર્ષે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાયો હતો અને શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી.
Dates and venues have been finalised for the Asia Cup 2023! The tournament will be held from 31st August to 17th September in a hybrid model - with 4 matches being held in Pakistan and the rest in Sri Lanka! https://t.co/bvkfSSAp9w#AsiaCup #ACC
— AsianCricketCouncil (@ACCMedia1) June 15, 2023
જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ જ્યોફ એલાર્ડીસ અને ચેરમેન ગ્રેગ બાર્કલે પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીને મળવા કરાચી ગયા ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં જવા માટે કોઈ શરત નહીં રાખે. આ 'હાઈબ્રિડ મોડલ' એશિયા કપ માટે સૌથી વધુ વ્યવહારુ લાગે છે કારણ કે, તેનાથી પાકિસ્તાન માટે કોઈપણ શરતો વિના ODI વર્લ્ડ કપ માટે ભારત જવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ODI વર્લ્ડકપનું શેડ્યૂલ આવતા સપ્તાહની શરૂઆતમાં જાહેર થવાની ધારણા છે.
ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને નેપાળ
આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે અને તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવાના છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમ સુપર 4માં પહોંચશે.
ત્યારબાદ રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ સુપર-4માં કુલ 6 મેચો રમાશે. આ પછી, બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને તેમની વચ્ચે ટાઇટલ મેચ રમાશે. આ રીતે એશિયા કપ 2023માં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.