Asia Cup 2023, IND Vs NEP Live: ભારતે નેપાળને 10 વિકેટથી આપી હાર, રોહિત શર્મા - શુભમન ગિલની આક્રમક બેટિંગ
એશિયા કપ 2023માં આજે ભારતીય ટીમ પોતાની બીજી વનડે મેચ રમવા માટે મેદાનમાં છે, આજે ભારતીય ટીમની ટક્કર નેપાળની ટીમ સામે થઇ રહી છે

Background
Asia Cup 2023, IND Vs NEP Live Updates: એશિયા કપ 2023માં આજે ભારતીય ટીમ પોતાની બીજી વનડે મેચ રમવા માટે મેદાનમાં છે, આજે ભારતીય ટીમની ટક્કર નેપાળની ટીમ સામે થઇ રહી છે, આ મેચમાં ભારતીય ટીમ જીત સાથે સુપર 4માં પહોંચવા પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉની પ્રથમ મેચમાં ભારતીય ટીમને વરસાદી વિઘ્ન નડ્યુ હતુ, જેના કારણે ભારત અને પાકિસ્તાન બન્નેને પૉઇન્ટ વહેંચવામાં આવ્યા હતા.
ગિલે પણ ફટકારી ફિફ્ટી
રોહિત શર્મા બાદ શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી છે. 16 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 120 રન છે. રોહિત શર્મા 61 અને શુભમન ગિલ 54 રને રમતમાં છે. ભારતને મેચ જીતવા 42 બોલમાં 26 રનની જરૂર છે.
રોહિત શર્માની ફિફ્ટી
23 ઓવરમાં 145 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 13 ઓવરમાં વિના વિકેટ 96 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 53 રને અને ગિલ 41 રને રમતમાં છે.



















