Asia Cup 2023, IND Vs SL Live: ભારતે શ્રીલંકાને 41 રનથી આપી હાર, કુલદીપ યાદવની 4 વિકેટ
ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. આજે પણ મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.

Background
Asia Cup 2023, IND Vs SL Live Updates: આજે ભારતીય ટીમ બેક ટૂ બેક મેદાનમાં ઉતરી છે. ગઇકાલે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે ભારતની ટક્કર શ્રીલંકન ટીમ સામે થઇ રહી છે. ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. આજે પણ મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ મેચ કોલંબોમાં રમાવાની છે, જ્યાં હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.
ભારતની મળી 8મી સફળતા
શ્રીલંકાને મેચ જીતવા 42 રન અને ભારતને 2 વિકેટની જરૂર છે. 41 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 8 વિકેટ પર 172 રન છે. વેલાલેગા 42 રને રમતમાં છે.
જાડેજાએ અપાવ્યો બ્રેક થ્રૂ
શ્રીલંકાને મેચ જીતવા 52 રન અને ભારતને 3 વિકેટની જરૂર છે. 37.3 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 7 વિકેટ પર 162 રન છે. જાડેજાએ ધનંજને 41 રનના સ્કોર પર ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સાતમી વિકેટ માટે તેણે 63 રનની પાર્ટનરશિપ કરી હતી.




















