શોધખોળ કરો

Asia Cup 2023: એશિયા કપને લઈ પાકિસ્તાનનું નવું ગતકડું, કરી નવી માંગણી

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરીથી તેને અધવચ્ચે જ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે તેણે વચનો તોડવાનું પણ શરૂ કરી દીધું છે.

Pakistan Cricket Board : એશિયા કપને લઈને પાકિસ્તાન હજી પણ અવળચંડાઈ કરવામાંથી ઉંચુ નથી આવતુ. એશિયા કપને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે દર વખતની જેમ ફરી એકવાર પાકિસ્તાન જ તેના માટે કારણભૂત છે. ઘણા મહિનાઓના સંઘર્ષ બાદ આખરે ગયા મહિને ટૂર્નામેન્ટના આયોજન માટે સમજૂતી થઈ હતી, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરીથી તેને અધવચ્ચે જ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે તેણે વચનો તોડવાનું પણ શરૂ કરી દીધું છે. 

મળતા અહેવાલો અનુસાર, પીસીબીના નવા બોસ હવે એશિયા કપમાં ફરી એકવાર ફેરવી તોલી રહ્યું છે અને નવી જ માંગણી મુકવા લાગ્યું છે. 

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું આયોજન આ વખતે હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની બોર્ડના પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીના પ્રસ્તાવ પછી જ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 6 ટીમોની ટૂર્નામેન્ટની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી રમાવવાની છે.

ACCની બેઠકમાં PCB આડખીલી

એશિયા કપનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. 16 જુલાઈ, રવિવારના રોજ મળનારી ACCની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ પાકિસ્તાની બોર્ડ આ બેઠકને રોકવાના મૂડમાં છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પાકિસ્તાન બોર્ડના નવા વડા ઝકા અશરફ આ બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અશરફે આ અઠવાડિયે ડરબનમાં આયોજિત ICC કોન્ફરન્સમાં ACC સભ્ય દેશોને આ માંગનો સંકેત આપ્યો હતો.

શ્રીલંકાની પીઠમાં ખંજર ભોંકવાની ફિરાકમાં

રિપોર્ટમાં પાકિસ્તાની બોર્ડના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પીસીબી 4થી વધુ મેચો ઈચ્છે છે. શ્રીલંકામાં ચોમાસાની સ્થિતિને કારણે આ માટે એક દલીલ આપવામાં આવી રહી છે. આ મુજબ, શ્રીલંકામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેચો પ્રભાવિત થવાની સંભાવના છે. આમ થવાની સ્થિતિમાં પીસીબી પાકિસ્તાનને કેટલીક વધુ મેચો આપવાની માંગ કરવા જઈ રહ્યું છે.

જોકે હવે પીસીબી ગમે તેટલો પ્રયાસ કરે પરંતુ તેની માંગ પૂરી થવાની શક્યતા ખુબ જ નહિવત છે. તેનું કારણ એક સાથે બે જગ્યાએ ટુર્નામેન્ટ યોજવામાં પડતી મુશ્કેલીઓ અને એક દેશથી બીજા દેશમાં જતી ટીમોની સમસ્યાઓ છે. એટલે કે એકંદરે ઝકા અશરફને નિરાશ જ હાથ લાગે તેવી શક્યતા ખુબ જ વધારે છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget