Asia Cup: પાકિસ્તાનમાં નહી યોજાય એશિયા કપ 2023, એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો.
પાકિસ્તાન એશિયા કપ 2023ની યજમાની કરશે નહીં. એક રિપોર્ટ અનુસાર, એશિયા કપ 2023 પાકિસ્તાનમા યોજાશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ પાકિસ્તાનમાં યોજાય તે માટે પ્રયાસો કરી રહ્યું હતું. આ પ્રયાસના ભાગરૂપે 4 ફેબ્રુઆરીના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં યોજાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય પણ પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિને કારણે લેવામાં આવ્યો હતો.
The Asian Cricket Council recently held its Executive Board Meeting in Bahrain.
— AsianCricketCouncil (@ACCMedia1) February 4, 2023
Big things await Asian Cricket in 2023! https://t.co/xJPBzaWWOq pic.twitter.com/SmUK7eGH3i
એક રિપોર્ટ અનુસાર એશિયા કપ 2023 યુએઇમાં રમાય તેવી વધુ સંભાવના છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરાશે.
IND vs AUS: બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં વિરાટ કોહલી ઈતિહાસ રચી શકે છે, 318 રનની જરુર
Virat Kohli Border-Gavaskar Trophy 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણી 9 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે. આ સિરીઝમાં બધાની નજર ઘણા મોટા ખેલાડીઓ પર રહેશે. આ વખતે રોહિત શર્મા ભારતીય ટીમની કમાન સંભાળશે. તે જ સમયે, ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઘણી આશાઓ છે. વિરાટ કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તે આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી શકે છે. કોહલી આ સિરીઝમાં 318 રન બનાવીને મોટી સિદ્ધિ મેળવી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 2000 રન પૂરા કરી શકે છે
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 20 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની કુલ 30 ઇનિંગ્સમાં તેણે 48.05ની એવરેજથી 1682 રન બનાવ્યા છે. 2023માં રમાનારી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 318 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પૂરા કરી શકે છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. આમાં તેનો હાઈ સ્કોર 169 રન છે.
બીજી તરફ, બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર નંબર વન પર છે. સચિને 34 ટેસ્ટ મેચોની 65 ઇનિંગ્સમાં 56.24ની એવરેજથી 3262 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 9 સદી અને 16 અડધી સદી નીકળી છે. આમાં તેનો હાઈ સ્કોર 241* રન રહ્યો છે.
કોહલીએ તેની છેલ્લી ટેસ્ટ સદી 2019માં ફટકારી હતી
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી 2019થી ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં જોવા મળ્યો નથી. 2019 થી, તેના બેટમાંથી કોઈ ટેસ્ટ સદી નીકળી નથી. તે વર્ષે (2019) તેની ટેસ્ટ એવરેજ 68 હતી. આ પછી, 2020 માં, તેણે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 19.33 ની સરેરાશથી રન બનાવ્યા. આ પછી તેણે 2021માં 28.21 અને 2022માં 26.50ની એવરેજથી રન બનાવ્યા.