(Source: ECI/ABP News/ABP Majha)
Asian Games Team India Squad: એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Asian Games Team India Squad: એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પુરુષોની ક્રિકેટ સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ટી-20 ફોર્મેટમાં યોજાશે. આઈપીએલમાં ધમાલ મચાવનાર કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહને એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું છે.
NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…
— BCCI (@BCCI) July 14, 2023
19મી એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા (વરિષ્ઠ પુરૂષો)ની ટીમઃ રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ , મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર)
સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદી: યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન
શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યું નથી
અનુભવી બેટ્સમેન શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યું નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે એશિયન ગેમ્સમાં ધવન ટીમની કેપ્ટનશીપ કરશે, પરંતુ તેને ટીમમાં સ્થાન નથી મળ્યું. એશિયન ગેમ્સ 2023માં ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે.
જો જોવામાં આવે તો એશિયન ગેમ્સમાં ત્રીજી વખત ક્રિકેટની ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. 2014 અને 2014 ની રમતોમાં પણ એક ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BCCIએ પુરુષ કે મહિલા ટીમને મોકલી ન હતી. 2010ની ગેમ્સમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાને અનુક્રમે પુરૂષ અને મહિલા વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો અને 2014માં શ્રીલંકાએ પુરુષોની કેટેગરીમાં અને પાકિસ્તાને મહિલા વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.
ગયા વર્ષે જ 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન 19મી એશિયન ગેમ્સ યોજાવાની હતી, પરંતુ ચીનમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ આ ગેમ્સને મોકૂફ રાખવામાં આવી હતી. એકંદરે એશિયન ગેમ્સ ત્રીજી વખત ચીનમાં યોજાવા જઈ રહી છે. ચીનની રાજધાની બેઇજિંગે વર્ષ 1990માં એશિયન ગેમ્સનું આયોજન કર્યું હતું, જ્યારે ગુઆંગઝૂને વર્ષ 2010માં આ પ્રતિષ્ઠિત રમતની યજમાની કરવાનો મોકો મળ્યો હતો.