શોધખોળ કરો
Advertisement
સુશાંતની આત્મહત્યાથી ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ક્રિકેટરો થયા દુઃખી, બોલ્યા- ભૂલી જવાય છે......
સુશાંત સિંહ રાજપૂતે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયૉપિકમાં ધોનીનુ પાત્ર ભજવ્યુ હતુ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વૉટસને ટ્વીટરના માધ્યમથી જણાવ્યુ કે બાયૉપિકમાં સુશાંતના અભિનયથી જબરદસ્ત રીતે પ્રભાવિત થયો હતો
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી સમગ્ર દેશ શોકમાં છે, હવે આ શોકની લહેરો વિદેશો ફેનમાં પણ ઉઠી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ પણ અભિનેતાની અચાનકની વિદાયને સ્વીકારી શકતા નથી. શેન વૉટસન અને ડેવિડ વોર્નર પણ સુશાંતના મોતથી દુઃખી છે, તેમને સોશ્યલ મીડિયામાં અભિનેતાને પોતાના શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
સુશાંત સિંહ રાજપૂતે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયૉપિકમાં ધોનીનુ પાત્ર ભજવ્યુ હતુ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વૉટસને ટ્વીટરના માધ્યમથી જણાવ્યુ કે બાયૉપિકમાં સુશાંતના અભિનયથી જબરદસ્ત રીતે પ્રભાવિત થયો હતો.
વૉટશને લખ્યું- હું સુશાંત વિશે સતત વિચારી રહ્યો છુ, આ એકદમ દુઃખદ છે. અનટૉલ્ડ સ્ટૉરીમાં હું કેટલીય વાર ભૂલી જતો હતો કે આ સુશાંત છે કે ધોની. શાનદાર કલાકારી અને દુનિયા તેના અહીં ના હોવાથી ખાલી જેવી થઇ ગઇ છે, જલ્દી ચાલ્યો ગયો...
આ પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો હતો, તેને ધોનીઃ અનટૉલ્ડ સ્ટૉરી ફિલ્મની એક તસવીર પૉસ્ટ કરતા લખ્યું હતુ કે સુશાંત સિંહના સમાચાર સાંભળીને બહુજ દુઃખી થયો છું. ભગવાન તેની આત્માને શાંતિ આપે. ડેવિડ વોર્નરને પણ આ વાત પર વિશ્વાસ ન હતો થતો.
આ ઉપરાંત પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર અને કામરાન અકમલે પણ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement