શોધખોળ કરો
Advertisement
ડેવિડ વોર્નરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારી અને કોહલીમાં છે આ સમાનતા
જો તમે વિરાટ પર આક્રમણ કરવાનું વિચારશો તો તે બેવડા જોશથી તમારા પર તૂટી પડશે. તે બેટથી વધારે સારું પ્રદર્શન કરશે.
સિડનીઃ કોરોના વાયરસના કારણે હાલ સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે. આ દરમિયાન ક્રિકેટર્સ તેમના ફેન્સ સાથે વિવિધ માધ્યમો દ્વારા જોડાયેલા રહે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈ મોટું નિવેદન આપ્યું છે.
વોર્નરે ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, હું અને વિરાટ એક જેવા છીએ. જો તમે વિરાટ પર આક્રમણ કરવાનું વિચારશો તો તે બેવડા જોશથી તમારા પર તૂટી પડશે. તે બેટથી વધારે સારું પ્રદર્શન કરશે. આવું અમે બંને ઘણી વખત કરી ચુક્યા છીએ.
તેણે કહ્યું, તમે કોઈને આમ પણ ઉશ્કેરી શકો નહીં. કારણકે બાદમાં તેનું પરિણામ સારું નથી હોતું. આપણે જોઈ ચૂક્યા છીએ કે વિરાટે દબાણમાં કેટલો સારો દેખાવ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં 2018-19માં તે ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણી જીતાડનારો પ્રથમ કેપ્ટન બન્યો હતો.
વોર્નરે કહ્યું, દક્ષિણ આફ્રિકા સામે બોલ ટેમ્પરિંગ વિવાદમાં તેની ભૂમિકા આવ્યા બાદ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે અને હવે 4 ટેસ્ટ મેચની સીરિઝ અને મર્યાદીત ઓવરની મેચ માટે ચાલુ વર્ષના અંતે ભારત સામે રમાનારી સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement