શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના બાબર આઝમે ટી-20માં કોહલી-ફિંચના ક્યા વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી?
આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. વિરાટ કોહલી અને એરોન ફિન્ચે પણ ટી20માં 1500 રન 39 ઇનિંગમાં પુરા કર્યા હતા., અને બાબર આઝમે પણ આટલી જ ઇનિંગમાં પુરુ કરી લીધા છે
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલા ટી20 સીરીઝની બીજી ટી20માં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે એક ખાસ મુકામ હાંસલ કર્યુ છે. બાબર આઝમે 56(44) રનની ઇનિંગ રમી, આ દરમિયાન તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટનના એક રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
બાબર આઝમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 44 બૉલમાં ધમાકેદાર 56 રનની ઇનિંગ રમી હતી, આ સાથે તેને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 1500 રન પણ પુરા કર્યા હતા. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સૌથી ઓછી ઇનિંગમાં 1500 રન પુરા કરવા મામલે દુનિયાનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.
આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. વિરાટ કોહલી અને એરોન ફિન્ચે પણ ટી20માં 1500 રન 39 ઇનિંગમાં પુરા કર્યા હતા., અને બાબર આઝમે પણ આટલી જ ઇનિંગમાં પુરુ કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, સીરીઝની પ્રથમ ટી20 વરસાદના કારણે પુરી ન હતી થઇ શકી, પરંતુ બીજી ટી20 જીતીને ઇંગ્લેન્ડે પાકિસ્તાન પર 1-0ની લીડ બનાવી લીધી છે. હવે ત્રીજી ટી20 જીતીને પાકિસ્તાન સીરીઝમાં બરાબરી કરી શકે છે. જ્યારે ઇંગ્લેન્ડ જીત મેળવીને ટી20 સીરીઝ કબજે કરવા કમર કસશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement