શોધખોળ કરો
Advertisement
પૂજા કરવા માટે કોલકાતા પહોંચ્યો હતો આ વિદેશી ક્રિકેટર, ફેસબુક પર મારી નાખવાની ધમકી મળી
આ વ્યક્તિની ઓળખ મોહસિન તરીકે થઈ છે. મોહસિન નામની આ વ્યક્તિએ શાકિબનો જીવ લેવા માટે ઢાકા પહોંચવાની વાત કહી છે.
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે. ફેસબુક લાઈવ દરમિયાન શાકિબ અલ હસનને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસન 16 નવેમ્બરે કોલકોતા કાલી પૂજા કરવા માટે પહોંચ્યો અને આ જ કારણે તેને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે.
બાંગ્લાદેશને કોઈ ખેલાડીને આ રીતે જીવથી મારી નાખવાની ધમકી મળવાની આ પ્રથમ ઘટના છે. શાકિબ અલ હસને કાલી પૂજાનું ફેસબુક પર લાઈવ કર્યું હતું અને આ દરમિયાન ખેલાડી વિરૂદ્ધ એક વ્યક્તિએ અપશબ્દનો ઉપયોગ કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપી.
આ વ્યક્તિની ઓળખ મોહસિન તરીકે થઈ છે. મોહસિન નામની આ વ્યક્તિએ શાકિબનો જીવ લેવા માટે ઢાકા પહોંચવાની વાત કહી છે. જોકે સિયાહેટના એડિશનલ ડેપ્યુટી કમિશ્નરે શાકિબને સુરક્ષાનો પુરો વિશ્વાસ આપ્યો છે.
સિહાયેટના બીએમ અશરફ ઉલ્લાહ તાહેરે કહ્યું કે, શાકિબને ધમકી આપનાર વ્યક્તિ વિરૂદ્ધ એક્શન લેવાની શરૂઆત થઈ ગઈ છે. ઉલ્લાહ તાહેરે કહ્યું કે, ટૂંકમાં જ આ મામલે કાર્રવાઈ પૂરી કરી લેવામાં આવશે.
ફેસબુક આ મામલે પહેલા જ કાર્રવાઈ કરી ચૂક્યું છે. ફેસબુકે મોહસિનની કમેન્ટને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે.
જણાવીએ કે, શાકિબ અલ હસનને હાલમાં જ એક વર્ષનો પ્રતિબંધનો સામનો કર્યા બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. ફિક્સિંગ સાથે જોડાયેલ કેસમાં જાણકારી ન આપવાને કારણે શાકિબ અલ હસન પર આઈસીસીએ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement