Bangladesh: બાંગ્લાદેશી ચાહકોને લાગશે મોટો ઝટકો, કાનપુર ટેસ્ટ પહેલા આ દિગ્ગજ ખેલાડીએ સંન્યાસની કરી જાહેરાત
Shakib Al Hasan Retirement: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટ રમાશે. કાનપુરના ગ્રીન પાર્કમાં બંને ટીમો સામસામે ટકરાશે, પરંતુ તે પહેલા બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
Shakib Al Hasan Retirement: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટ રમાશે. કાનપુરના ગ્રીન પાર્કમાં બંને ટીમો સામસામે ટકરાશે, પરંતુ તે પહેલા બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જો કે, બાંગ્લાદેશી ચાહકો માટે સારા સમાચાર છે કે શાકિબ અલ હસને પોતાના નિવેદનમાં કહ્યું કે તે ભારત સામે કાનપુર ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે, એટલે કે તે કાનપુર ટેસ્ટ રમી શકે છે, પરંતુ આ અનુભવી ઓલરાઉન્ડર દક્ષિણ આફ્રિકા સામે મીરપુર ટેસ્ટ બાદ આ ફોર્મેટને અલવીદ કહી દેશે.
SHAKIB AL HASAN ANNOUNCES TEST RETIREMENT.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2024
- Shakib to retire from Test cricket after the Test match against South Africa in Mirpur. pic.twitter.com/g4DTAkxF9v
ચેન્નાઈ ટેસ્ટ શાકિબ અલ હસન માટે નિરાશાજનક રહી હતી. શાકિબ અલ હસન આ ટેસ્ટમાં એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. જ્યારે તેણે પ્રથમ દાવમાં 32 અને બીજી ઈનિંગમાં 25 રન બનાવ્યા હતા. આ પછી શાકિબ અલ હસનની ફિટનેસ પર ઘણા સવાલો ઉભા થયા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલે અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તમીમ ઈકબાલનું માનવું છે કે ઈજાગ્રસ્ત હોવા છતાં શાકિબ અલ હસનને ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ-11નો ભાગ બનાવવામાં આવ્યો હતો.
શાકિબ જાણે છે કે તેને વધુ સારું કરવાની જરૂર છે
બાંગ્લાદેશના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે શાકિબ અલ હસન વિશે કોઈ શંકા નથી. આ ક્ષણે મેં મારા ફિઝિયો અથવા કોઈની સાથે વાત કરી નથી, પરંતુ તેમ છતાં તે પસંદગી માટે ઉપલબ્ધ છે. જોકે તેનું માનવું છે કે શાકિબે તેની રમતમાં સુધારો કરવાની જરૂર છે. તેણે કહ્યું કે વાત માત્ર શાકિબના પ્રદર્શનની નથી, હું દરેકના પ્રદર્શનથી નિરાશ છું, અમે ચેન્નાઈમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. મને ખાતરી છે કે શાકિબ જાણે છે કે તેને વધુ સારું કરવાની જરૂર છે.
આ પણ વાંચો...