(Source: ECI/ABP News/ABP Majha)
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
ધોળકા નજીકની લોથલ પુરાતત્વ સાઈટમાં રિસર્ચર મહિલાનું એક દુર્ઘટનામાં મોત થયું છે. ગાંધીનગર અને દિલ્લીથી અહીં રિસર્ચરની ટીમ રિસર્ચ માટે આવી હતી
ધોળકા નજીકની લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના ઘટી છે. અહીં રિસર્ચ માટે દિલ્લી અને ગાંધીનગર થી આવેલી રિસર્ચર મહિલાનું મૃત્યું થયું છે. બે મહિલા રિસર્ચ માટે અહીં આવી હતી ,લોથલ સાઇટ પર રિસર્ટ કરતી વખતે માટી ધસી પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક મહિલાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બંને મહિલા અધિકારી માટીના સેમ્પલ 15 ફૂટ ઊંડા ખાડામાં ઉતરી હતી. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારીઓ દટાઇ હતી. આ દરમિયાન સુરભી વર્મા નામની 23 વર્ષીય યુવતીનું મોત થયુ છે. જ્યારે 45 વર્ષીય યામા દિક્ષીતને ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, દિલ્હી-ગાંધીનગરથી 4 મહિલાઓ રિસર્ચ માટે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાબડતોબ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ કમનસીબે એક મહિલાની જિંદગીન ન બચાવી શકાય.
ઉલ્લેખનિય છે કે, લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ નિર્માણ પામશે. ગુજરાતીઓને આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમની ભેટ મળશે. લોથલ ખાતે વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ અને અંડર વોટર મારું મ્યુઝિયમનો 4500 કરોડનો પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, 2016 માં, ભારત અને દક્ષિણ કોરિયાના પુરાતત્વવિદો અને વૈજ્ઞાનિકોને હડપ્પાના હડપ્પા (અથવા સિંધુ ખીણ) શહેરમાં આ બે "ખૂબ જ દુર્લભ" હાડપિંજર મળ્યા - હવે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં રાખીગઢી ગામ છે. બે વર્ષ સુધી, તેમણે "કાલક્રમ" અને મૃત્યુ પાછળના સંભવિત કારણો પર સંશોધન કર્યું; અને હવે તારણો પીઅર-સમીક્ષા કરાયેલ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ટીમનું નેતૃત્વ કરનારા પુરાતત્વવિદ્ વસંત શિંદેએ મને કહ્યું, "પુરુષ અને સ્ત્રી ખૂબ જ આત્મીય રીતે એકબીજાની સામે બેઠા હતા. અમે માનીએ છીએ કે તેઓ એક દંપતી હતા. અને એવું લાગે છે કે તેમનું અચાનક મૃત્યુ થયું પરંતુ તેઓ કેવી રીતે મૃત્યુ પામ્યા તે એક રહસ્ય છે. " હડપ્પાના શહેરોમાં કબરોમાં સામાન્ય રીતે ખાવાના વાસણો અને કેટલાક ઘરેણાં મળી આવ્યાં હતા.