શોધખોળ કરો
Advertisement
આ ખતરનાક ક્રિકેટરને થશે જેલ, પોતાના લગ્ન દરમિયાન જાહેરમાં કર્યુ હતુ આ ખરાબ કામ, જાણો વિગતે
હાલ બાંગ્લાદેશ તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૌમ્ય સરકાર ગમે ત્યારે પોલીસના સંકજામાં આવી શકે છે, અને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે
નવી દિલ્હીઃ ક્રિકેટરો મેદાન પરની હરકતોથી જ તો હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે, પણ હવે બાંગ્લાદેશી ક્રિકેટર પોતાના લગ્નમાં ખરાબ કામ કરવાને લઇને ચર્ચામાં આવ્યો છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર સૌમ્ય સરકાર હવે જેલમાં જઇ શકે છે, કેમકે તેને પોતાના લગ્નમાં હરણના ચામડાનો ઉપયોગ કર્યો હતો.
હાલ બાંગ્લાદેશ તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૌમ્ય સરકાર ગમે ત્યારે પોલીસના સંકજામાં આવી શકે છે, અને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે. તેના પર પોતાના જ લગ્નમાં હરણના ચામડાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં માત્ર સૌમ્ય સરકાર જ નહીં આખો પરિવાર ફસાયો છે.
હરણના ચામડાનો ઉપયોગ કરવા બદલ વન્યજીવ નિયંત્રણ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે, અને ગમે ત્યારે મોટી કાર્યવાહી થઇ શકે છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યુ કે સૌમ્ય સરકારના ઘરે તપાસ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, જે બહુ જલ્દી રિપોર્ટ રજૂ કરશે.
જોકે, સૌમ્ય સરકારના પિતા કિશોરી મોહને આ અંગે જણાવતા કહ્યું કે, આ અમારા પરિવારનો એક રીતીરિવાજ છે, અમારા ત્યાં પૂજા માટે હરણના ચામડાનો ઉપયોગ થાય છે. મને હરણનુ ચામડુ મારા પિતાએ આપ્યુ હતુ અને તેમને તેમના પિતાએ આપ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement