શોધખોળ કરો

BCCI એ એશિયા કપ માટે કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને બનાવવામાં આવ્યો કેપ્ટન

ACC Men’s U19 Asia Cup India's Squad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 એશિયા કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પંજાબ તરફથી રમતા ઉદય સહારનને આ ટીમની કમાન સોંપવામાં આવી છે.

ACC Men’s U19 Asia Cup India's Squad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 એશિયા કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પંજાબ તરફથી રમતા ઉદય સહારનને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દુબઈની યજમાનીમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 8 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરને રવિવારે રમાશે.

ભારતીય ટીમ અંડર-19 એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. એટલે કે આ પહેલા ગત સિઝનમાં ભારતે આ ખિતાબ જીત્યો હતો. ભારતની અંડર-19 ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. અંડર-19 ભારતીય ટીમે સૌથી વધુ 8 ટ્રોફી પોતાના નામે કરી છે. આ વખતે જૂનિયર ક્રિકેટ કમિટી દ્વારા 2023 એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં ત્રણ ટ્રેવિલિંગ સ્ટેન્ડબાય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમના ચાર રિઝર્વ ખેલાડીઓની પણ જાહેરાત કરવામાં આવી છે, જેઓ ટીમ સાથે દુબઈ નહીં જાય.

ભારતે 2022માં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું

તમને જણાવી દઈએ કે આ પહેલા 2022માં રમાયેલા એશિયા કપ 2022માં નિશાંત સિંધુની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ એકતરફી મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની અંડર-19 ટીમ 38 ઓવરમાં માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય કૌશલ તાંબેએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ કુમાર અને રાજ બાવાએ 1-1 વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 21.3 ઓવરમાં માત્ર 1 વિકેટે જીત મેળવી લીધી હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા અંગકૃષ રઘુવંશીએ 67 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 56* રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શેખ રશીદે 49 બોલમાં અણનમ 31* રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા સામેલ હતા.

અંડર-19 એશિયા કપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ

અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર) ), ધનુષ ગૌડા, આરાધ્ય શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.

સ્ટેન્ડબાય પ્લેયર્સ- પ્રેમ દેવાકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.

ટીમ સાથે ન જનાર 4 રિઝર્વ ખેલાડી

દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
OnePlus: ગૂડ ન્યૂઝ!  10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
OnePlus: ગૂડ ન્યૂઝ! 10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Embed widget