વર્લ્ડકપ પહેલા ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ તારીખથી રમાશે ટી20 સીરીઝ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ
બન્ને ટીમોની વચ્ચે આ સીરીઝ ખુબ રોમાંચક રહેવાની છે. ટી20 સીરીઝ (T20 Series)ની શરૂઆત 9 જૂનથી દિલ્હીથી થશે અને છેલ્લી ટી20 19 જૂને બેંગ્લુરુમાં રમાશે.
BCCI announces India vs South Africa T20 series Schedule: ઇન્ડિયન પ્રીમિયર લીગની વચ્ચે BCCIએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી20 સીરીઝનુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. સાઉથ આફ્રિકા જૂન મહિનામાં ભારતના પ્રવાસે આવશે. બન્ને ટીમોની વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ (5 T20 Internationals) રમાશે. આ સીરીઝની શરૂઆત 9 જૂનથી થશે. ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) ને ધ્યાનમાં રાખતા આ સીરીઝ ભારત માટે ખુબ મહત્વની રહેવાની છે.
બન્ને ટીમોની વચ્ચે આ સીરીઝ ખુબ રોમાંચક રહેવાની છે. ટી20 સીરીઝ (T20 Series)ની શરૂઆત 9 જૂનથી દિલ્હીથી થશે અને છેલ્લી ટી20 19 જૂને બેંગ્લુરુમાં રમાશે. આ પાંચ મેચો અલગ અલગ વેન્યૂ પર રમાશે.
આ સીરીઝ ભારત માટે સાઉથ આફ્રિકા પ્રવાસ પર મળેલી હારનો બદલો લેવાનો સારો મોકો છે. ગયા વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતને ટેસ્ટ સીરીઝમાં 2-1થી અને વનડે સીરીઝમાં ક્લિન સ્વીપથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.
બન્ને ટીમો વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ -
NEWS 🚨 - BCCI announces venues for home series against South Africa.
— BCCI (@BCCI) April 23, 2022
More details 👇 #INDvSA #TeamIndia https://t.co/suonaC39wR
પ્રથમ ટી20, 9 જૂન - દિલ્હી
બીજી ટી20, 12 જૂન - કટક
ત્રીજી ટી20, 14 જૂન - વિજાગ
ચોથી ટી20, 17 જૂન - રાજકોટ
પાંચમી ટી20, 19 જૂન - બેંગ્લુરુ
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે