શોધખોળ કરો

BCCIએ 2024-25 સીઝન માટે ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની કરી જાહેરાત, જાણો કઈ કઈ વિદેશી ટીમ કરશે ભારતનો પ્રવાસ

Team India Schedule: BCCIએ 2024-2025ની ડોમેસ્ટિક સિઝન માટે ભારતીય ટીમનું શેડ્યૂલ જાહેર કર્યું છે. એક વર્ષની અંદર ભારત ઈંગ્લેન્ડ સહિત 3 દેશોની યજમાની કરશે.

Team India Schedule: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ 2024-2025ની ડોમેસ્ટિક સિઝન માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતની ડોમેસ્ટિક સીઝન સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરૂ થશે અને ટીમ ઈન્ડિયાએ તે જ ટીમ સાથે 3 T20 મેચ પણ રમવાની છે. આ સિવાય ભારતીય ટીમ આ વર્ષે ન્યુઝીલેન્ડ અને 2025ની શરૂઆતમાં ઈંગ્લેન્ડની યજમાની કરવા જઈ રહી છે. આ ડોમેસ્ટિક સીઝન દરમિયાન ભારત 5 ટેસ્ટ, 3 ODI અને 8 T20 મેચ રમશે.

ભારત ત્રણ દેશોની યજમાની કરશે
બાંગ્લાદેશ - ભારતીય ટીમ પ્રથમ સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશની યજમાની કરશે. આ પ્રવાસ 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ચાલશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે, જે ચેન્નાઈ અને કાનપુરમાં રમાશે. અને 6 થી 12 ઓક્ટોબર વચ્ચે બંને ટીમો 3 T20 મેચોમાં સામસામે ટકરાશે. આ 3 T20 મેચોનું આયોજન અનુક્રમે ધર્મશાલા, દિલ્હી અને હૈદરાબાદ કરશે.

ન્યુઝીલેન્ડ - બાંગ્લાદેશ સામેની શ્રેણી સમાપ્ત થયાના 4 દિવસ પછી, ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સાથે 3 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ કરશે. કિવી ટીમ ભારત સાથે 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 3 ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ બેંગલુરુમાં, બીજી પુણેમાં અને ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈમાં રમાશે.

ઈંગ્લેન્ડ - 2025ના નવા વર્ષમાં ભારત સામે પહેલો પડકાર ઈંગ્લેન્ડ હશે. ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે અને 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. લગભગ 3 અઠવાડિયામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20 અને 3 ODI મેચ રમાશે. આ તમામ આઠ મેચોની યજમાની આઠ અલગ અલગ મેદાનોને સોંપવામાં આવી છે.

ભારત ઝિમ્બાબ્વે સામે શ્રેણી રમશે
આ ડોમેસ્ટિક સિઝનની શરૂઆત પહેલા ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. T20 વર્લ્ડ કપ 2024ના સમાપનના થોડા જ દિવસો બાદ ભારત ઝિમ્બાબ્વેની મુલાકાત લેશે. બંને ટીમો વચ્ચે 6 જુલાઈથી 14 જુલાઈ સુધી 5 T20 મેચ રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના ઘણા સિનિયર ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે.  જેના કારણે અન્ય નવોદીત ખેલાડીઓને ટીમ ઈન્ડિયા વતી રમવાનો મોકો મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ

Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય

ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાંGir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરHun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત

Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 

Cricket: ક્રિકેટને મળ્યો બીજો 'બ્રેડમેન', 75 વર્ષ પછી થયું ઈતિહાસનું પુનરાવર્તન

Embed widget