શોધખોળ કરો

BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ

India Cricket Schedule 2026: BCCI એ આગામી 12 મહિના માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી વર્ષ દરમિયાન ભારત ચાર દેશોની યજમાની કરશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BCCIએ આગામી ૧૨ મહિનાનું ઘરઆંગણનું શેડ્યૂલ જાહેર કર્યું.
  • ભારત વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, ઓસ્ટ્રેલિયાનું યજમાન બનશે.
  • ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચ રમાશે.

India Cricket Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના આગામી 12 મહિનાનું આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ જાહેર કરી દીધું છે. BCCI એ તમામ ઘરઆંગણે રમાનારી સિરીઝની તારીખોની જાહેરાત કરી દીધી છે અને આગામી એક વર્ષની અંદર ભારતે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકાની યજમાની કરવાની છે. ટીમ ઈન્ડિયાએ પોતાના ઘરઆંગણે આગામી એક વર્ષની અંદર કુલ 22 મેચ રમવાની છે, જે 17 શહેરોમાં રમાશે.

ટીમ ઈન્ડિયાની આ ઘરઆંગણની સીઝનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામેની વ્હાઈટ બોલ સિરીઝથી થશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભારત પ્રવાસ 27 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી ચાલશે, આ દરમિયાન બંને ટીમો વચ્ચે 3 વનડે અને પાંચ ટી20 મેચ રમાશે. તેના લગભગ 2 મહિના પછી શ્રીલંકાની ટીમ ભારત રમવા આવશે, જ્યાં 13 થી 27 ડિસેમ્બર સુધી ત્રણ-ત્રણ વનડે અને ટી20 મેચોની સિરીઝ રમવાની છે.

વર્ષ 2027 ના જાન્યુઆરી મહિનામાં ઝિમ્બાબ્વેની ટીમ ભારત પ્રવાસે આવશે, જેણે 3 થી 9 જાન્યુઆરી સુધી ત્રણ વનડે મેચ રમવાની છે. બીજી તરફ જાન્યુઆરી મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારત આવશે. 21 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી બંને ટોચની ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમવામાં આવશે.

ભારતનું શેડ્યૂલ (ઘરઆંગણે રમાનારી સિરીઝ)

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ: 27 સપ્ટેમ્બર - 17 ઓક્ટોબર - 3 ODI અને પાંચ ટી20

શ્રીલંકાનો ભારત પ્રવાસ: 13 ડિસેમ્બર - 27 ડિસેમ્બર - 3 ODI અને ત્રણ ટી20

ઝિમ્બાબ્વેનો ભારત પ્રવાસ: 3 જાન્યુઆરી - 9 જાન્યુઆરી - 3 ODI

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ: 21 જાન્યુઆરી - 27 ફેબ્રુઆરી - 5 ટેસ્ટ

કારણ કે આગામી એક વર્ષમાં ભારતને માત્ર એક જ ઘરઆંગણની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેના કારણે તેની WTC ફાઈનલ રમવાની આશા ઓછી થતી દેખાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ હાલમાં છઠ્ઠા સ્થાને છે.

તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝથી બરાબર પહેલા ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે વનડે સિરીઝ અને એક ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ટી20 સિરીઝ રમવા આયર્લેન્ડ જશે અને ત્યાંથી જ ઈંગ્લેન્ડ માટે રવાના થઈ જશે, જ્યાં તેણે વનડે અને ટી20 સિરીઝ રમવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget