શોધખોળ કરો

Indian Team Players Match Fee: હવે પુરૂષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન મેચ ફી, જય શાહે કહ્યું- નવા યુગની શરૂઆત

બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે હવે મહિલા ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓની બરાબર મેચ ફી મળશે.

Indian Team Players Match Fee: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ખેલાડીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે હવે મહિલા ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓની બરાબર મેચ ફી મળશે. જય શાહે મેચ ફી અંગે ટ્વિટ કર્યું છે. જેમાં તેણે મહિલા ખેલાડીઓની મેચ ફી વિશે વિગતવાર માહિતી આપી છે.

જય શાહે ટ્વીટમાં લખ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે BCCIએ ભેદભાવને દુર કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પુરુષ અને મહિલા ક્રિકેટર બંને માટે મેચ ફી સમાન હશે.”

તેમણે આગળ લખ્યું, “મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20I માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. જય હિન્દ''

પુરુષોને કેટલી મેચ ફી મળે છે?

એક ટેસ્ટ મેચઃ રૂ. 15 લાખ

એક ODI મેચઃ રૂ. 6 લાખ

એક T20 મેચઃ રૂ. 3 લાખ

અત્યાર સુધી સરેરાશ મહિલાઓને આટલા પૈસા મળતા હતા

જો સરેરાશ સાથે સરખામણી કરવામાં આવે તો અત્યાર સુધી સિનિયર મહિલા ક્રિકેટરોને મેચ માટે દરરોજ 20 હજાર રૂપિયા મળતા હતા. તે લગભગ અંડર-19 પુરૂષ ક્રિકેટરની બરાબર હતી. જ્યારે વરિષ્ઠ પુરૂષ ખેલાડીઓ મેચ ફી તરીકે દરરોજ સરેરાશ 60 હજાર રૂપિયા કમાય છે. તેથી તે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એક મોટો તફાવત હતો. પરંતુ હવે આ ભેદભાવ પણ દૂર થશે. 2022 પહેલા મહિલા ક્રિકેટરોને મેચ ફી તરીકે માત્ર 12,500 રૂપિયા આપવામાં આવતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Hakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયાHun To Bolish : હું તો બોલીશ : ક્યા ક્યા અધિકારીઓ ગીધ?Hun To Bolish: હું તો બોલીશ : AMC કે દલાતરવાડીની વાડી?Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

Embed widget