શોધખોળ કરો
Advertisement
BCCIને IPL 2020માંથી કેટલી કમાણી થઈ તેનો આંકડો જાણશો તો આંખો ફાટી જશે, 25 ટકા ટીવી દર્શકો વધતાં થયો કરોડોનો વરસાદ
તાજા માહિતી પ્રમાણે આ મેગા ખેલ ટૂર્નામેન્ટના આયોજનથી બીસીસીઆઇને જબરદસ્ત કમાણી થઇ છે
નવી દિલ્હીઃ કૉવિડ-19 મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020ને ભારતની જગ્યાએ યુએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચો 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે દુબઇ, અબુધાબી અને શાહજહાંના મેદાન પર રમાડવામાં આવી. તાજા માહિતી પ્રમાણે આ મેગા ખેલ ટૂર્નામેન્ટના આયોજનથી બીસીસીઆઇને જબરદસ્ત કમાણી થઇ છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે યુએઇમાં આયોજિત આ ટૂર્નામેન્ટથી લગભગ 4000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આની સાથે ટીવી દર્શકોની સંખ્યામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આઇપીએલમાં 1800 લોકોના લગભગ 20 હજાર આરટી-પીસીઆઇ કૉવિડ ટેસ્ટ કરવામાં આવ્યા. આ જ કારણ છે કે તમામ 60 મેચ કોઇપણ પરેશાન વિના આયોજિત થઇ શકી.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દુબઇમાં સરકારે સાત દિવસના ક્વૉરન્ટાઇન બાદ ટ્રેનિંગની પરમીશન આપી દીધી હતી, પરંતુ અબુધાબીમાં 14 દિવસનું ક્વૉરન્ટાઇન અનિવાર્ય હતુ, આ વેન્યૂને મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટરાઇડર્સનુ હૉમ ગ્રાઉન્ડ બનાવામાં આવ્યુ હતુ. બીસીસીઆઇએ અબુધાબી પ્રસાશનને વાત કરીને આ ક્વૉરન્ટાઇન પીરિયરને ઓછો કરાવ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion