શોધખોળ કરો

BCCIએ આ વર્ષે IPL નહીં યોજવા અંગે શરૂ કરી વિચારણા ? તેના બદલે આવતા વર્ષે ક્યારે રમાડવા વિચારણા

વિવો ઇન્ડિયાનની હેન્ડસેટ મેકર વિવો કંપનીની સબસિડરી કંપની છે. વિવોએ 2018માં આઈપીએલની સ્પોન્સરશિપ ટાઈલના પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે 2199 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.

મુંબઈઃ ક્રિકેટ બોર્ડ આ વર્ષે આઈપીએલને અભરાઈ પર ચડાવી દઈને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આઈપીએલ યોજવા વિચારી રહી છે. હાલમાં દુબઈમાં આઈપીએલ રમાડવાની યોજના છે તેના બદલે ઓસ્ટ્રેલિયામાં આઈપીએલ રમાડવા અંગે બોર્ડ વિચારી રહ્યું છે. આઈપીએલની મુખ્ય સ્પોન્સર વીવોને પણ આવતા વર્ષની શરૂઆતમાં આઈપીએલ યોજાય તે સામે વાંધો નથી અને એ વખતે સ્પોન્સરશિપ માટે પણ તે તૈયાર હોવાનું સૂત્રોનું કહેવું છે. આઈપીએલની 13મી સીઝન શરૂ થવાને હજુ 46 દિવસ બાકી છે ત્યારે વિવો ટાઈટલ સ્પોન્સરમાંથી ખસી જતા ફ્રેન્ચાઈઝીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. જોકે બીસીસીઆઈ સૂત્રોએ કહ્યું છે કે, સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય અને કોઈ નાણાંકીય સંકટ હશે તો પણ ગભરાવાની જરૂરત નથી. નોંધનીય છે કે, વિવો ઇન્ડિયાનની હેન્ડસેટ મેકર વિવો કંપનીની સબસિડરી કંપની છે. વિવોએ 2018માં આઈપીએલની સ્પોન્સરશિપ ટાઈલના પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે 2199 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. આ રકમ પહેલાની સ્પોન્સર કંપની પેપ્સીકો કરતાં 454 ટકા વધારે હતી. આ રીતે બીસીસીઆને દરેક સીઝનમાં વિવો તરફથી 440 કરોડ રૂપિયાની આવક થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિવો આ વખતે ટાઇટલ સ્પોન્સરમાંથી ખસી જતા બીસીસીઆઈને નવા સ્પોન્સર શોધવામાં મુશ્કેલી થઈ શકે છે. જો આ સ્થિતિમાં બીસીસીઆઈને કોઈ સ્પોન્સર ન મળે તો આવી સ્થિતિમાં દરેક ફ્રેન્ચાઈઝીને 28-30 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ઉપરાંત આ વખતે દર્શકો મેદાનમાં નહીં હોય ત્યારે એની નુકસાની પણ ફ્રેન્ચાઈઝીઓને ભોગવવી પડશે અને એ રકમ પણ ઉમેરવામાં આવે તો દરેક ફ્રેન્ચાઈઝીને આ વખતે 50-60 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. આમ કોરોનાકાળમાં જો બીસીસીઆઈને યોગ્ય કિંમતે સ્પોન્સર ન મળે તો બોર્ડ અને ફ્રેન્ચાઈઝીને ભારે નુકસાન ઉઠવવું પડી શકે છે. જેના કારણે બોર્ડ હાલમાં થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે. આ જ કારણે બોર્ડ એવો પણ નિર્ણય લઈ શકે કે આઈપીએલને આ વર્ષે ન યોજવાને બદલે આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજવામાં આવે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget