શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાથી ગભરાયુ BCCI, મીટિંગ કરીને લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે
BCCIએ એક મીટિંગ કરીને બોર્ડના દરેક કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપી દીધો છે. રિપોર્ટ છે કે, કોરોનાના કારણે BCCIનુ મુંબઇના વાનખેડે સ્થિત આવેલુ હેડક્વાર્ટર હાલ બંધ રહેશે
મુંબઇઃ ભારતમાં કોરો વાયરસનુ સંક્રમણ સતત વધી રહ્યું છે, હવે કોરોનાના ખતરાથી બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રૉલ ઇન ઇન્ડિયા-BCCI પણ ગભરાયુ છે. સુત્રો તરફથી માહિતી છે કે, એક મોટો નિર્ણય લેતા BCCI સ્ટાફને ઘરેથી કામ કરવાનો આદેશ આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને લઇને BCCIએ પહેલાથી જ આઇપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે, તેમજ બધી ક્રિકેટીંગ ગતિવિધિઓને આગામી નૉટિસ સુધી ટાળી દીધી છે.
બોર્ડના ગુપ્ત સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, BCCIએ એક મીટિંગ કરીને બોર્ડના દરેક કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપી દીધો છે. રિપોર્ટ છે કે, કોરોનાના કારણે BCCIનુ મુંબઇના વાનખેડે સ્થિત આવેલુ હેડક્વાર્ટર હાલ બંધ રહેશે, અને બધા કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
ખાસ વાત છે કે BCCIએ કોરોનાના ખતરાને ધ્યાનમાં લેતા ઇરાની કપ અને મહિલા ચેલેન્જર ટ્રૉફી સહિતની બધી ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટને પણ હાલ પુરતી સ્થગિત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના પૉઝિટિવ લોકોની સંખ્યા 114 સુધી પહોંચી ગઇ છે. આમાં 13 દર્દીઓ એવા છે જે ઠીક થઇ ગયા છે અને હૉસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે ભારતમાં બે લોકોના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ કેસો નોંધાયા છે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 32 છે. બાદમાં કેરાલામાં 23 કેસો, ઉત્તર પ્રદેશમાં 13 કેસો, દિલ્હીમાં 7 કેસો, કર્ણાટકામાં 6 કેસો, લદ્દાખમાં અત્યાર સુધી 4 કેસો સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion