BCCI એ કર્યો ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં મોટો બદલાવ, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે બદલાયા સ્થળ
BCCI એ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી T20I મેચ માટે સ્થળની અદલાબદલીની પણ જાહેરાત કરી. ચેન્નાઈ જ્યાં પ્રથમ T20 મેચ યોજાવાની હતી, હવે બીજી મેચની યજમાની કરશે જ્યારે કોલકાતા પ્રથમ T20 મેચની યજમાની કરશે.
BCCI issues revised schedule: BCCI એ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી T20I મેચ માટે સ્થળની અદલાબદલીની પણ જાહેરાત કરી હતી. ચેન્નાઈ, જ્યાં પ્રથમ T20 મેચ યોજાવાની હતી, હવે બીજી મેચની યજમાની કરશે જ્યારે કોલકાતા પ્રથમ T20 મેચની યજમાની કરશે. પ્રથમ T20 મેચ (22 જાન્યુઆરી 2025) અને બીજી T20 મેચ (25 જાન્યુઆરી 2025)ની તારીખો યથાવત રહેશે. કોલકાતા પોલીસની અપીલ બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. BCCIએ બાંગ્લાદેશ સામે રમાનાર T20 મેચનું સ્થળ પણ બદલી નાખ્યું છે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને ટી20 સિરીઝ રમશે. જ્યારે ઈંગ્લેન્ડની સામે વનડે મેચ અને ટી20 સિરીઝ રમાશે. બીસીસીઆઈ દ્વારા આ તમામ મેચને લઈ તેનું રિવાઈઝ્ડ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) August 13, 2024
BCCI issues revised schedule for international home season (2024-25).
All the details 🔽 #TeamIndia https://t.co/q67n4o7pfF
ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ મેચ: 19 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર, સવારે 9.30 વાગ્યે, ચેન્નાઈ
બીજી ટેસ્ટ મેચ: 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, સવારે 9.30 AM, કાનપુર
ભારત vs બાંગ્લાદેશ T20 શ્રેણી શેડ્યૂલ
પ્રથમ T20 મેચ - 6 ઓક્ટોબર, સાંજે 7.00 વાગ્યે, ગ્વાલિયર
બીજી T20 મેચ - 9 ઓક્ટોબર, સાંજે 7.00, દિલ્હી
ત્રીજી T20 મેચ - 12 ઓક્ટોબર, સાંજે 7.00, હૈદરાબાદ
ઈંગ્લેન્ડની ટીમ નવા વર્ષમાં ભારતનો પ્રવાસ કરશે, જે 22 જાન્યુઆરીથી શરૂ થશે. આ પ્રવાસમાં 5 T20I મેચ અને 3 મેચની ODI સિરીઝ રમાશે. આ પ્રવાસ 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ભારતીય ટીમ હાલમાં લાંબા વિરામ પર છે. ટીમ ઈન્ડિયાની 19 સપ્ટેમ્બર પહેલા કોઈ ઈન્ટરનેશનલ મેચ નથી. ભારત મહેમાન બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી મેદાનમાં વાપસી કરશે.
IND vs ENG T20I શ્રેણીનું શેડ્યૂલ
પ્રથમ T20- કોલકાતા (22 જાન્યુઆરી, સાંજે 7.00 વાગ્યે)
બીજી T20- ચેન્નાઈ (25 જાન્યુઆરી, સાંજે 7.00 વાગ્યે)
ત્રીજી ટી20- રાજકોટ (28 જાન્યુઆરી, સાંજે 7.00 વાગ્યે)
ચોથી T20- પુણે (31 જાન્યુઆરી, સાંજે 7.00 વાગ્યે)
પાંચમી T20- મુંબઈ (2 ફેબ્રુઆરી, સાંજે 7.00 વાગ્યે)
IND vs ENG ODI શ્રેણી શેડ્યૂલ
પહેલી ODI- નાગપુર (6 ફેબ્રુઆરી, બપોરે 1:30 વાગ્યે)
બીજી ODI- કટક (9 ફેબ્રુઆરી, બપોરે 1:30 વાગ્યે)
ત્રીજી ODI- અમદાવાદ (12 ફેબ્રુઆરી, બપોરે 1:30 વાગ્યે)