શોધખોળ કરો
કોરોનામાં પણ IPL રમાડવાના સંકેત, બીસીસીઆઇ નવી વિન્ડો પર કરી રહ્યું છે કામ
બીસીસીઆઇએ આઇપીએલના આયોજન માટે એક સમય નક્કી કરી લીધો છો, વળી બોર્ડના સીઇઓએ પણ સંકેત આપી દીધા કે આ વર્ષે ચોમાસા બાદ આઇપીએલની વાપસી થઇ શકે છે

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પણ આઇપીએલ ટૂર્નામેન્ટ યોજાવવાની અટકળો શરૂ થઇ ચૂકી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટરોની વાપસીની વાતથી ક્રિકેટ ફેન્સ પણ ખુશ થઇ ગયા છે. એવુ માનવામાં આવે છે કે બીસીસીઆઇ આ માટે એક નવી વિન્ડો તૈયાર કરવાનુ કામ કરી રહ્યું છે. બીસીસીઆઇએ આઇપીએલના આયોજન માટે એક સમય નક્કી કરી લીધો છો, વળી બોર્ડના સીઇઓએ પણ સંકેત આપી દીધા કે આ વર્ષે ચોમાસા બાદ આઇપીએલની વાપસી થઇ શકે છે. ન્યૂઝ એજન્સી આઇએએનએસ અનુસાર, આઇપીએલની 13 મી સિઝનના આયોજન માટે બીસીસીઆઇએ 25 સપ્ટેમ્બરથી 1લી નવેમ્બર વચ્ચેનો સમય નક્કી કરી લીધો છે. બોર્ડ સાથે જોડાયેલા એક સુત્રના હવાલાથી આઇએએનએસે જણાવ્યુ કે આ માટે ઘણીબધી વસ્તુઓનો બરાબર હોવુ જરૂરી છે, અને તેની રાહ પણ જોવાઇ રહી છે. આએએનએસ સાથે વાત કરતા સુત્રએ જણાવ્યુ, બીસીસીઆઇ 25 સપ્ટેમ્બરથી 1લી નવેમ્બરની વચ્ચની વિન્ડો પર કામ કરી રહ્યું છે, પણ આ ત્યારે જ સંભવ છે જો દેશમાં કોરોનાના કેસો ઓછા થાય, અને સરકાર તરફથી પરવાનગી મળે.
વળી એક ફ્રેન્ચાઇઝી સાથે જાડાયેલા અધિકારીએ જણાવ્યુ કે બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝીને આ તારીખોને ધ્યાનમાં રાખતા પોતાની તૈયાર કરવાની યોજના બનાવવાનુ કહ્યું છે. આ અધિકારીએ જણાવ્યુ કે, ફ્રેન્ચાઇઝીને પણ માર્કેટિંગ અને જાહેરાતો સહિત કેટલીક વસ્તુઓની તૈયારીઓ કરવાની હોય છે, અને તેમાં મહિના સુધીનો સમય તો લાગી જ જાય છે. એટલે માની શકાય કે કોરોના દેશમાં આખુ વર્ષ રહેશે, પણ આઇપીએલ પણ કોરોનાની વચ્ચે યોજાઇ શકે છે. પરંતુ આ માટે કેટલીક વસ્તુઓ બરાબર રહે તેની રાહ જોવાઇ રહી છે.
વળી એક ફ્રેન્ચાઇઝી સાથે જાડાયેલા અધિકારીએ જણાવ્યુ કે બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝીને આ તારીખોને ધ્યાનમાં રાખતા પોતાની તૈયાર કરવાની યોજના બનાવવાનુ કહ્યું છે. આ અધિકારીએ જણાવ્યુ કે, ફ્રેન્ચાઇઝીને પણ માર્કેટિંગ અને જાહેરાતો સહિત કેટલીક વસ્તુઓની તૈયારીઓ કરવાની હોય છે, અને તેમાં મહિના સુધીનો સમય તો લાગી જ જાય છે. એટલે માની શકાય કે કોરોના દેશમાં આખુ વર્ષ રહેશે, પણ આઇપીએલ પણ કોરોનાની વચ્ચે યોજાઇ શકે છે. પરંતુ આ માટે કેટલીક વસ્તુઓ બરાબર રહે તેની રાહ જોવાઇ રહી છે. વધુ વાંચો




















