ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઇન્ડિયા-એ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. ઇન્ડિયા-એ અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચે બે 4 દિવસીય મેચ રમાઈ રહી છે. આ શ્રેણીની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયા-એની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરાયેલા બે ખેલાડીઓને ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના બાકીના ખેલાડીઓ પહેલા આ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
ભારતીય ટીમની ટીમમાં અચાનક ફેરફાર
22 નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા કેટલીક મેચ પ્રેક્ટિસ માટે કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલને ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો પણ ભાગ હતા. પરંતુ વધુ રમવાની તક મળી ન હતી. કેએલ રાહુલ એક જ મેચમાં પ્લેઇંગ 11નો ભાગ હતો. પંતને ઇજા પહોંચતા ધ્રુવ જુરેલને માત્ર એક જ મેચમાં વિકેટકીપિંગ કરવાની તક મળી હતી.
ઇન્ડિયા-એ અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બીજી ચાર દિવસીય મેચ 7 નવેમ્બરથી મેલબોર્નમાં રમાશે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલ મંગળવારે સવારે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે, જેથી તેઓ યોગ્ય સમયે ત્યાં પહોંચી શકે. કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 0 અને 12 રનની ઇનિંગ રમી હતી. આ મેચ બાદ તેને પ્લેઇંગ 11માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ધ્રુવ જુરેલે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ માટે પ્રેક્ટિસની સારી તક બની રહી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, દેવદત્ત પડિકલ, રિકી ભુઈ, બાબા ઇન્દ્રજીત, ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, યશ દયાલ , નવદીપ સૈની, માનવ સુથાર, તનુષ કોટિયન, કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલ.