શોધખોળ કરો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હાર બાદ દ્રવિડને BCCIએ શું આપી ચેતવણી, શું લેવાઇ શકે છે મોટો નિર્ણય ?

વર્ષ 2013માં છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમ આઈસીસી ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે પરંતુ હજુ પણ વિજેતા બનવામાં સફળ થઈ શકી નથી

BCCI Sends Warning To Indian Team Support Staff: વર્ષ 2013માં છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમ આઈસીસી ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે પરંતુ હજુ પણ વિજેતા બનવામાં સફળ થઈ શકી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓની સાથે ટીમના સપોર્ટ સ્ટાફની પણ ટીકા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હવે ટીમના સપોર્ટ સ્ટાફને ચેતવણી આપી છે.

WTC ફાઇનલમાં ભારતીય ટીમના પ્રદર્શન બાદ ઇનસાઇડ સ્પોર્ટ્સમાં જાહેર થયેલા રિપોર્ટમાં બીસીસીઆઇના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે વન-ડે વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને આ હાર બાદ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અંગે ચર્ચા થશે.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે આ બધી વસ્તુઓ એટલી સરળ નથી. આપણે એમ ન કહી શકીએ કે બધી વસ્તુઓ સારી નહોતી. અમે ભારતમાં જીતવામાં સફળ રહ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ મજાક નથી. પરંતુ વિદેશ પ્રવાસમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. દરમિયાન, આપણે વન-ડે વર્લ્ડ કપને પણ ધ્યાનમાં રાખવો જોઈએ, જેને ફક્ત 4 મહિના બાકી છે. આપણે વિચાર્યા વિના પ્રતિક્રિયા આપી શકતા નથી. પરંતુ ચોક્કસપણે આંતરિક ચર્ચા થશે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 2023 વન-ડે વર્લ્ડકપ સુધી આ જવાબદારી નિભાવતા જોવા મળી શકે છે. એશિયા કપ, ટી-20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ પણ બોર્ડને તેમના પર વિશ્વાસ છે. વન-ડે વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શનના આધારે દ્રવિડની સ્થિતિ પર વધુ ચર્ચા કરવામાં આવશે.

રોહિત શર્માની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપ પર કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસ માટે રવાના થવાની છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં માત્ર રોહિત જ ટીમની કમાન સંભાળશે. જો કે, જો રોહિત ડોમિનિકા અથવા પોર્ટ ઓફ સ્પેનમાં (20 થી 24 જુલાઈ) યોજાનારી બીજી ટેસ્ટમાં કોઈ મોટી ઇનિંગ્સ નહીં રમે, તો BCCI ટોચના અધિકારીઓ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર આકરો નિર્ણય લેવાનું દબાણ હશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget