શોધખોળ કરો
IPLની જગ્યાએ હવે બીસીસીઆઇ લાવી રહી છે આ ક્રિકેટ ટૂર્નામેન્ટ, જાણો વિગતે
બીસીસીઆઇ આ નવા પ્લાન સાથે મેદાનમાં આવશે તો આઇપીએલ રદ્દ થવાથી થયેલા કરોડોના નુકશાનની ભરપાઇ કરી શકશે, જેથી આઇપીએલ આ આયોજન કરવાના મૂડમાં છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરના ક્રિકેટ ટૂર્નામેન્ટો રદ્દ થઇ ગઇ છે, ભારતમાં રમાનારી સૌથી ફેમસ ટી20 લીગ આઇપીએલ પણ હવે રદ્દ થવાની કગાર પર છે. જો આઇપીએલ રદ્દ થઇ જશે તો બીસીસીઆઇને કરોડ રૂપિયાનુ નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. હવે આ નુકશાનની ભરપાઇ કરવા બીસીસીઆઇ નવુ પ્લાનિંગ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને બીસીઆઇએ આઇપીએલને 14 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે, જોકે, હવે તેના રમાવવા ઉપર શંકા છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો આઇપીએલ 2020 ટૂર્નામેન્ટ રદ્દ થઇ શકે છે.
રિપોર્ટ છે કે, બીસીસીઆઇ ટી20 વર્લ્ડકપ પહેલા એક નવી ટૂર્નામેન્ટ શરૂ કરી શકે છે, જેમાં ચાર ટીમો હશે, તેમને કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ધોની હશે, જોકે, ચોથી ટીમનો કેપ્ટન નક્કી નથી.
જો બીસીસીઆઇ આ નવા પ્લાન સાથે મેદાનમાં આવશે તો આઇપીએલ રદ્દ થવાથી થયેલા કરોડોના નુકશાનની ભરપાઇ કરી શકશે, જેથી આઇપીએલ આ આયોજન કરવાના મૂડમાં છે.
ખાસ વાત છે કે જો 15 એપ્રિલે લૉકડાઉન હટી પણ જશે, તો બીસીસીઆઇ પાસે આઇપીએલ રમાડવાનો કોઇપણ ઓપ્શન પ્લાન એ, બી, સી, ડી નહીં બચ્યો હોય. એટલે આઇપીએલ રદ્દ થવાનુ લગભગ નક્કી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement