શોધખોળ કરો

Ben Stokes Retirement: 2019ના ક્રિકેટ વર્લ્ડકપના સ્ટાર ખેલાડીએ વન ડે ફોર્મેટમાંથી લીધો સન્યાસ...

બેન સ્ટોક્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, હું મંગળવારે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી વનડે મેચ રમીશ.

Ben Stokes Retirement England: ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે વન ડે ઈન્ટરનેશલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેની ODI કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. સ્ટોક્સે વનડેમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારવાની સાથે 74 વિકેટ ઝડપી છે. તો 2019ના વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બેન સ્ટોક્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, હું મંગળવારે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી વનડે મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. મેં ઈંગ્લેન્ડ માટે રમવાની દરેક મિનિટનો આનંદ માણ્યો છે. અમારી સફર શાનદાર રહી છે.”

ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ધ્યાન આપીશઃ સ્ટોક્સ

બેન સ્ટોક્સે આગળ કહ્યું કે, "અહિંયા સુધી પહોંચવાનો નિર્ણય ઘણો મુશ્કેલી ભર્યો હતો. પરંતુ મેં આ ફોર્મટમાં મારું 100 ટકા પ્રદર્શન નથી આપી રહ્યો. ઈંગ્લેન્ડની જર્સી આ પ્રદર્શનથી વધુ સારું ડિઝર્વ કરે છે. આ ફોર્મેટ મારા માટે નથી રહ્યું. મારું શરીર પણ મારો સાથ નથી આપી રહ્યું. મને લાગે છે કે, હું કોઈ બીજા ખેલાડીનું સ્થાન લઈ રહ્યો છું. આ આગળ વધવાનો સમય છે."

બેન સ્ટોક્સ હવે સંપુર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટમાં લગાવશે. સ્ટોક્સે આગળ કહ્યું કે, "મારી પાસે જે પણ સમય છે તે હવે હું ટેસ્ટ ક્રિકેટને જ આપીશ. આ સાથે મને લાગે છે કે, હું ટી20 ક્રિકેટ ઉપર પણ ધ્યાન લગાવી શકુ છું."

ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સે ઓગસ્ટ 2011માં આયરલેન્ડ સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. આ પછી તેણે 104 મેચમાં 2919 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટોક્સે 3 સદી અને 21 અડધી સદી ફટકારી હતી. તેણે આ ફોર્મેટમાં 74 વિકેટ લઈને પોતાનું ઓલરાઉન્ડર પ્રદર્શન આપ્યું છે. સ્ટોક્સનું વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget