શોધખોળ કરો
Advertisement
મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, આ મેચ વિનર ખસી જતાં ઓસ્ટ્રેલિયાના જેમ્સ પેટિન્સનનો સમાવેશ
પેટિંસન આ અઠવાડિયાના અંતમાં અબુ ધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી ખસી જવાની ફાસ્ટ બોલર પેસર લસિથ મલિંગાએ જાહેરાત કરી છે. મલિંગાએ વ્યક્તિગત કારણોને લીધે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે મલિંગાની જગ્યાએ બુધવારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિંસનને સામેલ કરવાની જાહેરાતકરી છે.
શ્રીલંકાના ફાસ્ટ બોલર મલિંગા નહીં રમે તેની જાહેરાત કરતાં મુંબઈ ઈન્ડિયન્સે કહ્યું કે, મલિંગા અંગત કારણોસર આગામી સિઝનમાં ઉપલબ્ધ નહીં રહે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જાહેર કરેલાં નિવેદન અનુસાર લસિથ મલિંગાએ અંગત કારણોથી આ સત્રમાં અલગ થવાનો આગ્રહ કર્યો હતો અને તે શ્રીલંકામાં પોતાના પરિવાર સાથે રહેવા માગે છે. મલિંગા મુંબઈની ટીમ માટે ખૂબ જ મહત્વનો બોલર છે અને તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટીમના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ટીમના માલિક આકાશ અંબાણીએ પેટિંસનનું સ્વાગત કર્યું અને મલિંગાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
પેટિંસન આ અઠવાડિયાના અંતમાં અબુ ધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે. આકાશ અંબાણીએ કહ્યું કે, જેમ્સ અમારી સાથે ફિટ થઈ શકે તેવો ખેલાડી છે અને અમારી ટીમના ફાસ્ટ બોલરના ઉપલબ્ધ વિકલ્પોમાં શ્રેષ્ઠ બોલર છે. મલિંગા શ્રીલંકા માટે આ વર્ષે માર્ચમાં વેસ્ટ ઈન્ડિઝની સામે ઘરેલુ સીરિઝ દરમિયાન ટી 20 સીરિઝ રમ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion