Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?
ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નીચેની વયના બાળકો પર સોશલ મીડિયા પર મૂકી દીધો છે પ્રતિબંધ... ઓસ્ટ્રેલિયન PM એન્થની અલબાનીસ સરકાર બાળકો તેમના બાળપણને માણી શકે તેવા હેતુથી આ નિર્ણય લીધો છે... ઓસ્ટ્રેલિયન સરકારે નોંધ્યું કે સોશિયલ મીડિયાથી આપણા બાળકોને નુકસાન થઇ રહ્યું છે... સરકારના આ નિર્ણય બાદ હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, યુટ્યુબ સહિતના ઘણા સોશિયલ મીડિયા નહીં વાપરી શકે....ઑસ્ટ્રેલિયા સરકાર ટૂંક સમયમાં સોશિયલ મીડિયાના ઉપયોગને શરૂ કરવા માટે 16 વર્ષની વયમર્યાદા નિર્ધારિત કરવા માટે કાયદો ઘડશે તેમજ તેના અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ જવાબદાર ગણાશે.વયમર્યાદાના અનુપાલનનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને દંડ પણ ફટકારવામાં આવશે. જો કે 16 વર્ષથી ઓછી વયના બાળકો કે તેમના માતાપિતાને કોઇપણ પ્રકારની સજા કરવામાં આવશે નહીં.આ વર્ષના સંસદ સત્રના છેલ્લા બે સપ્તાહ દરમિયાન આ કાયદો રજૂ કરવામાં આવશે. આ સંસદ સત્ર આગામી 18 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. કાયદો પસાર થયાના 12 મહિના બાદ વયમર્યાદા લાગૂ કરાશે.