Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?
ચૂંટણી સાંસદ માટેની હોય કે વિધાનસભાની ક્યારેય વિલંબ થતો નથી... પરંતું વાત જ્યારે પંચાયતોની આવે ત્યારે વિલંબ થયો તે હક્કત છે... રાજ્યમાં બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 80 નગરપાલિકાઓ અને 7 હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ થઈ ચૂકી છે એટલે કે વહીવટદારો ચલાવે છે કેમ કે અત્યાર સુધી પંચાયતોમાં ઓબીસી અનામત કેટલી તેને લઈ અવઢવ હતી.. જે 27 ટકા નક્કી કરતા દૂર પણ થઈ ગઈ છતાંય પંચાયતોની ચૂંટણીનું મુહૂર્ત નીકળ્યું નથી... લાભપંચમી ગઈ દેવ દિવાળી પણ ત્યારે સવાલ એ છે કે પંચાયતોની ચૂંટણીનું શું?... ખેડા જિલ્લા પંચાયત અને તે અંતર્ગતની તાલુકા પંચાયતની ચૂંટણી થઈ શકે તે માટે રોસ્ટરનો પ્રાથમિક આદેશ થઈ ચૂક્યો છે... વાવ વિધાનસભાની પેટાચૂંટણી બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત માટે પણ રાજ્ય ચૂંટણી આયોગ રોસ્ટરનો પ્રાથમિક અહેવાલ જાહેર કરી દેશે... તો જે 80 નગરપાલિકાઓ વહીવટદારોથી ચાલે છે તે પૈકી મોરબીને બાદ કરતા 79 પાલિકાઓમાં SC-ST, OBCનો રોસ્ટરનો પ્રાથમિક અહેવાલ પણ થઈ ચૂક્યો છે... આ સંજોગોમાં બે જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં તો ટૂંક સમયમાં ચૂંટણી યોજવાની પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંકેત મળી રહ્યા છે... પરંતું ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે વાગશે તે કહેવું મુશ્કેલ છે...