IPL 2023: પંજાબની ટીમમાં મોટો ફેરફાર, મયંક અગ્રવાલેને હટાવીને આ ખેલાડીને બનાવાયો કેપ્ટન, જાણો વિગતે
ગઇ સિઝનમાં પંજાબે ધવનને કેપ્ટન બનાવવાનો મૂડ બનાવ્યો હતો, પરંતુ અંતિમ સમયમાં ફેંસલો બદલી દેવામા આવ્યો હતો, અને મયંક અગ્રવાલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
Shikhar Dhawan: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023થી પહેલા પંજાબ કિંગ્સની ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. મયંક અગ્રવાલને હટાવીને શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવાયો છે. ધવન દિગ્ગજ ખેલાડી છે અને તાજેતરમાં જ ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરતો દેખાઇ રહ્યો છે. શિખર ધવનને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં રમાનારી વનડે સીરીઝ માટે પણ ભારતીય ટીમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા તેને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી. ધવની પાસે મયંકની અપેક્ષાથી કેપ્ટશીપનો અનભુવ છે. નવી સિઝનમાં ધવન પંજાબ માટે સારો એવો વિકલ્પ બની શકે છે.
ગઇ સિઝનમાં પંજાબે ધવનને કેપ્ટન બનાવવાનો મૂડ બનાવ્યો હતો, પરંતુ અંતિમ સમયમાં ફેંસલો બદલી દેવામા આવ્યો હતો, અને મયંક અગ્રવાલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. મયંકની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ગઇ સિઝનમાં સારુ રહ્યું ન હતુ, અને તે ગૃપ સ્ટેજમાંથી જ બહાર નીકળી ગઇ હતી. હવે ધવનની કેપ્ટનશીપમાં પંજાબ નવી સિઝનમાં સારુ પ્રદર્શન કરવાની કોશિશ કરશે.
#𝐒𝐡𝐞𝐫𝐒𝐪𝐮𝐚𝐝, 𝐰𝐞 𝐚𝐫𝐞 𝐡𝐚𝐩𝐩𝐲 𝐭𝐨 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞 𝐒𝐡𝐢𝐤𝐡𝐚𝐫 𝐃𝐡𝐚𝐰𝐚𝐧 𝐚𝐬 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐨𝐟 𝐏𝐮𝐧𝐣𝐚𝐛 𝐊𝐢𝐧𝐠𝐬! ❤️
— Punjab Kings (@PunjabKingsIPL) November 2, 2022
ગઇ સિઝનમાં શાનદાર રહી હતી શિખર ધવનની બેટિંગ -
બેટિંગમાં પણ શિખર ધવન ગઇ સિઝનમાં મયંક અગ્રવાલથી ક્યાંક આગળ રહ્યો હતો. ધવને 14 મેચોમાં 38.33 ની એરવજથી 460 રન બનાવ્યા હતા, અને પંજાબ માટે સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને રહ્યો હતો. ધવને ત્રણ અર્ધશતક ફટકાર્યા હતા, તેનો સર્વૌચ્ચ સ્કૉર 88 નો રહ્યો હતો. મયંકે 12 ઇનિંગોમાં 16.33ની ખરાબ એવરેજની સાથે માત્ર 196 રન જ બનાવ્યા હતા. મયંકે એકજ ફિફ્ટી લગાવી હતી.
IPL 2022: મયંક અગ્રવાલ
મયંકનો જન્મ 16 ફેબ્રુઆરી 1991ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. મયંકના પિતા અનુરાગ અગ્રવાલ હેલ્થકેર કંપનીના સીઈઓ છે, જ્યારે તેની માતા સુચિત્રા સિંહ ગૃહિણી છે. મયંક અગ્રવાલે 16 ટેસ્ટ મેચમાં 43.30ની એવરેજથી 1429 રન બનાવ્યા છે. જેમાં મયંક અગ્રવાલે 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે.મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયા તરફથી પાંચ વન-ડે મેચ રમી છે જેમાં તેણે 86 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ અત્યાર સુધીમાં 100 આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. જેમાં મયંકે 23.41ની એવરેજથી 2131 રન બનાવ્યા છે. IPLમાં મયંકના નામે એક સદી અને 11 અડધી સદી છે.