શોધખોળ કરો
Advertisement
ક્રિકેટરમાંથી BJP સાંસદ બનેલા ગૌતમ ગંભીરની ફૉર્ચ્યૂનર કાર દિલ્હીમાં ચોરી, પોલીસની 4 ટીમો લાગી તપાસમાં
ગૌતમ ગંભીર દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં પોતાના પરિવારની સાથે રહે છે. સવારે સિક્યૂરિટીએ જોયુ તો ગંભીરની ફૉર્ચ્યૂનર કાર ગાયબ હતી, ત્યારબાદ પોલીસને આ વાતની સૂચના આપવામાં આવી હતી
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરની ફૉર્ચ્યૂનર કાર ચોરી થઇ ગઇ છે. ગૌતમ ગંભીર દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં પોતાના પરિવારની સાથે રહે છે. સવારે સિક્યૂરિટીએ જોયુ તો ગંભીરની ફૉર્ચ્યૂનર કાર ગાયબ હતી, ત્યારબાદ પોલીસને આ વાતની સૂચના આપવામાં આવી હતી.
દિલ્હી પોલીસ અનુસાર આ ગાડી ગૌતમ ગંભીરના પિતાના નામ પર રજિસ્ટર હતી. હાલ પોલીસની કેટલીય ટીમો ચોરીની તપાસ કરી રહી છે. સાંસદ ગૌતમ ગંભીરના ઘરની બહાર 24 કલાક સિક્યૂરિટી રહે છે. છતાં ચોર તેમની કાર કઇ રીતે ચોરી કરી ગયા. હાલ પોલીસ આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. કેસ સાંસદ સાથે જોડાયેલો હોવાના કારણે પોલીસની અલગ અલગ ચાર ટીમો આ કેસની તપાસના કામમાં જોડાઇ ગઇ છે.
લૉકડાઉન દરમિયાન દિલ્હીના ક્રાઇમ લગભગ ખતમ થઇ ગયા હતા, જ્યારથી લૉકડાઉન-4માં ઢીલ આપવામાં આવી છે, દિલ્હીમાં સતત વારદાતો વધી રહી છે. પણ હજુ પણ રસ્તાં પર પોલીસની હાજરી રહે છે, તો પછી ચોર કઇ રીતે કારની ચોરી કરી ગયા, પોલીસ પર આ એક ગંભીર સવાલ ઉભો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement