Asia Cup 2022 Updates: આજથી શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચથી એશિયા કપની શરૂઆત, ભારત-પાકિસ્તાન મેચને લઇને માહોલ જામ્યો
આજથી એશિયા કપની શરૂઆત થઇ રહી છે, આજની પ્રથમ મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાની ટીમો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે.
LIVE
Background
Asia Cup 2022 Live: આજથી એશિયા કપની શરૂઆત થઇ રહી છે, આજની પ્રથમ મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાની ટીમો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચને લઇને માહોલ ગરમાયો છે. તમામ ટિકીટો વેચાઇ ગઇ છે, અને સ્ટેડિયમ ફૂલ થઇ ગયુ છે, બન્ને ટીમોના ખેલાડીઓ નેટ્સમાં પરસેવો પાડી રહ્યાં છે. એશિયા કપમાં આ વખતે 6 ટીમો વચ્ચે જંગ જામશે.
પિચ રિપોર્ટ -
શ્રીલંકા અને અફઘાનિસ્તાની વચ્ચે એશિયા કપની પહેલી મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દુબઇની પીચની વાત કરીએ તો આ પિચ બેટ્સમેનો અને બૉલરો બન્નેની એકસરખી મદદ કરશે. જોકે, આ પિચ થોડી સ્લૉ રહી શકે છે, આને આનો ફાયદો સ્પિનરોને મળી શકે છે. આ મેદાનમાં ટી20નો એવરેજ સ્કૉર 140 રન છે.
આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
Sri Lanka vs Afghanistan Match Preview: આજથી એશિયા કપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે, આજે પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ માટે બન્ને ટીમો પહેલાથી જ તૈયાર થઇ ચૂકી છે. આજની ટી20 મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાણો આજની મેચ વિશે....
આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
Sri Lanka vs Afghanistan Match Preview: આજથી એશિયા કપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે, આજે પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ માટે બન્ને ટીમો પહેલાથી જ તૈયાર થઇ ચૂકી છે. આજની ટી20 મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાણો આજની મેચ વિશે....
Asia Cup 2022: છ દેશ વચ્ચે ચેમ્પિયન બનવા જંગ
Asia Cup 2022: એશિયા કપની 15મી આવૃત્તિનો આજથી આરંભ થશે. કુલ 16 દિવસ ચાલનારી એશિયા કપ ટી-20માં 13 મુકાબલના અંતે એક વિજેતા મળશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ સાજે 7.30 કલાકથી શરૂ થશે. એશિયા કપમાં ભાગ લઈ રહેલી છ માંથી પાંચ ટીમો ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડકપમાં ભાગ લેશે.
કઈ ટીમની ક્યારે થશે ટક્કર
કઈ ટીમની ક્યારે થશે ટક્કર
- 27 ઓગસ્ટઃ શ્રીલંકા વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
- 28 ઓગસ્ટઃ ભારત વિ પાકિસ્તાન ગ્રુપ એ
- 30 ઓગસ્ટઃ બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
- 31 ઓગસ્ટઃ ભારત વિ ક્વોલિફાયર ગ્રુપ એ
- 1 સપ્ટેમ્બરઃ શ્રીલંકા વિ બાંગ્લાદેશ ગ્રુપ બી
- 2 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન વિ ક્વોલિફાયર ગ્રુપ એ
- 3 સપ્ટેમ્બરઃ બી1 વિ બી 2, સુપર ફોર
- 4 સપ્ટેમ્બરઃ એ1 વિ એ 2, સુપર ફોર
- 6 સપ્ટેમ્બરઃ એ1 વિ બી1, સુપર ફોર
- 7 સપ્ટેમ્બરઃ એ2 વિ બી2, સુપર ફોર
- 8 સપ્ટેમ્બરઃ એ1 વિ બી2, સુપર ફોર
- 9 સપ્ટેમ્બરઃ બી1 વિ એ2, સુપર ફોર
- 11 સપ્ટેમ્બરઃ ફાઈનલ સુપર ફોરમાં પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમો