શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની આ હોટ એક્ટ્રેસ થઈ ગઈ ફિદા, જાણો શું લખ્યું ?
રાજસ્થાનનો આ વિજય અવિશ્વસનીય ગણાશે કેમ કે અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ માટે મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી.
નવી દિલ્હી: IPL 2020ની 13 સિઝનમાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસન અને રાહુલ તિવેટિયાની અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબને 4 વિકેટે હરાવ્યું હતું.
224 રનના ટાર્ગેટ સામે રમતી રાજસ્થાનની ટીમે કિંગ્સ ઇલેવન સામે લગભગ હાર માની જ લીધી હશે કેમ કે એ વખતે સંજુ સેમસન 42 બૉલમાં આક્રમક 85 રન ફટકારીને આઉટ થઈ ગયા હતા અને રાહુલ તિવેટીયા 21 બૉલમાં 14 રન સાથે રમતા હતા.
બાદમાં રાહુલ તિવેટીયા આ દરમિયાન ઝંઝાવાતી ઇનિંગ રમ્યા, તેમણે બાકીના દસ બૉલમાં 39 રન ફટકાર્યા અને રાજસ્થાન રૉયલ્સે છેલ્લી પાંચ ઓવરમાં 86 રન ફટકારી દીધા.
રાજસ્થાનનો આ વિજય અવિશ્વસનીય ગણાશે કેમ કે અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ માટે મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી.
Tewatia hitting it out of the park and how!! 💥💥💥 5 sixes in an over #RRvKXIP
— Nushrratt Bharuccha (@Nushrratt) September 27, 2020
તિવેટિયાની આ શાનદાર બેટિંગ જોઈને અનેક સેલિબ્રીટી તેના પર ફીદા થઈ ગયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ પણ તિવેટિયાના વખાણ કરતા ટ્વિટ કર્યા હતા. તિવેટિયા માટે તેણે ટ્વિટમાં લખ્યું કે, “તિવેટિયાએ પાર્કની બહાર શોટ ફટકાર્ય અને એ પણ કેવી રીતે...એક જ ઓવરમાં 5 છગ્ગા.” બીજા ટ્વિટમાં નુસરતે લખ્યું કે, “તિવેટિયાને આ માટે ઉભા થઈને માન આપવું જોઈએ.”Tewatia deserves a standing ovation! #RRvKXIP
— Nushrratt Bharuccha (@Nushrratt) September 27, 2020
આ ઉપરાંત બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે પણ ટ્વીટ કરીને તિવેટિયાના વખાણ કર્યા હતા. તેમણે ટ્વિટમાં લખ્યું કે, “હારીને જીતનારને જ તિવેટાય કહે છે.”हार के जीतने वाले को ही #Tewatia केहते है ।
— Riteish Deshmukh (@Riteishd) September 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion