શોધખોળ કરો

Border Gavaskar Trophy: બુમરાહ 'વન મેન આર્મી', કોહલી-રોહિત ફ્લોપ, ભારત 3-1થી હાર્યું સીરીઝ 

ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 3-1થી જીત મેળવી હતી. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

Border Gavaskar Trophy 2024-25 Highlights : ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 3-1થી જીત મેળવી હતી. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શ્રેણીમાં સૌથી વધુ પ્રભાવિત કર્યા, જેના માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો. જ્યારે બુમરાહ શ્રેણીમાં 'વન મેન આર્મી' તરીકે ઉભરી આવ્યો હતો, ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. તો ચાલો જાણીએ કે આખી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો હાલ કેવો રહ્યો હતો.

શ્રેણીની તમામ પાંચ મેચોની સ્થિતિ

શ્રેણીની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ત્યારબાદ શ્રેણીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ હતી, જે પિંક બોલની ટેસ્ટ હતી. પિંક બોલની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી.

આ પછી, બંને ટીમો શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે ગાબા પહોંચી, જ્યાં વરસાદે આખી રમત બગાડી. વરસાદના કારણે ગાબા ટેસ્ટનું પરિણામ ડ્રો રહ્યું હતું.

શ્રેણીની ચોથી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મેલબોર્નમાં આમને-સામને આવી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટ 184 રને જીતીને સિરીઝમાં 2-1થી લીડ મેળવી હતી.

આ પછી સિડનીમાં શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમાઈ હતી. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની હતી. એક તરફ ટીમ ઈન્ડિયાએ જીતીને સિરીઝ ડ્રો કરવાની હતી તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ જીતીને સિરીઝ કબજે કરવાની હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટે જીતીને સિરીઝ 3-1થી કબજે કરી લીધી હતી.

બુમરાહ 'વન મેન આર્મી' બન્યો, કોહલી-રોહિત ફ્લોપ

જસપ્રીત બુમરાહે સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા સંપૂર્ણ ફ્લોપ દેખાયા હતા. રોહિતે 3 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા, જેમાં તેનો હાઇ સ્કોર 10 રન હતો. આ સિવાય વિરાટ કોહલીએ 1 સદીની મદદથી 190 રન બનાવ્યા હતા. કોહલીએ 9 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. હેડે 5 મેચની 9 ઇનિંગ્સમાં 56.00ની એવરેજથી 448 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી હતી, જેમાં હાઈ સ્કોર 152 રન હતો. 

WTC 2025 ની ફાઈનલમાં પહોંચી આ બે ટીમ, જાણો ક્યાં દિવસે રમાશે મહામુકાબલો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી

Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?

Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી

Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ

ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટમાં અચાનક ઢળી પડ્યા બાદ શ્રમિકનું મોતAmerica Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું

Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ

General Knowledge:  વિશ્વના સૌથી ધનિક દેશોમાં કેટલી વર્ષ જીવે છે લોકો? જાણો ભારત કયા નંબરે છે?

Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા

Embed widget