T20 WC 2022: Josh Inglisના બદલે ઓસ્ટ્રેલિયન ટીમમાં આ ખેલાડી થઇ શકે છે સામેલ, ભારત વિરુદ્ધ રમી હતી આક્રમક ઇનિંગ
ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર બેટ્સમેન Josh Inglis ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે.
T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર બેટ્સમેન Josh Inglis ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કેમેરોન ગ્રીનનું ટીમમાં આવવું ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર હોઈ શકે છે. ગ્રીન આ દિવસોમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ગ્રીને તાજેતરમાં ભારત સામે રમાયેલી T20 શ્રેણીમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી.
He's in! #T20WorldCup
— cricket.com.au (@cricketcomau) October 20, 2022
Josh Inglis કેવી રીતે ઘાયલ થયો?
નોંધનીય છે કે વિકેટકીપર બેટ્સમેન Josh Inglis ગોલ્ફ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. Josh Inglis ન્યૂ સાઉથ વેલ્સ ક્લબમાં ગોલ્ફ રમી રહ્યો હતો, ત્યારે તેને હાથ પર ઇજા પહોંચી હતી
મુખ્ય કોચે સંકેતો આપ્યા
મુખ્ય કોચ મેકડોનાલ્ડે કહ્યું હતું કે કમનસીબે જોશને એક વિચિત્ર અકસ્માત થયો છે. હવે તે ટી-20 વર્લ્ડકપમાં નહીં રમે. કેમેરોન ગ્રીનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે , "કેમેરોન ગ્રીન સ્પષ્ટપણે ચર્ચાનો વિષય છે. તેની સાથે નાથન એલિસ, બેન મેકડર્મોટ, જોશ ફિલીપ અને એલેક્સ કેરી પણ ચર્ચામાં હતા
🚨 JUST IN: Australia forced into making a change in their #T20WorldCup squad due to injury.
— ICC (@ICC) October 20, 2022
Full details 👇https://t.co/lhPVJT3RmH
નોંધપાત્ર રીતે, કેમેરોન ગ્રીન શાનદાર ફોર્મમાં છે. તેણે તાજેતરમાં ભારત સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં બે અડધી સદી ફટકારી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડ સામે પણ કેમરોને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ભારત સામેની પ્રથમ T20માં 30 બોલમાં 60 રન અને ત્રીજી T20માં 21 બોલમાં 52 રન બનાવ્યા હતા. જો કે કેમેરોન વિકેટકીપરનો વિકલ્પ નથી.