શોધખોળ કરો

ખરાબ ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલના સપોર્ટમાં આવ્યો કેપ્ટન કોહલી, તેને T20નો ચેમ્પિયન ખેલાડી ગણાવ્યો

ઈંગ્લેન્ડ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારતે સીરિઝ જીવંત રાખવા ચોથી ટી-20 કોઇપણ સંજોગોમાં જીતવી પડશે.

અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે મેચ જીતવા આપેલ 157 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જીત સાથે ઈંગ્લેન્ડ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારતે સીરિઝ જીવંત રાખવા ચોથી ટી-20 કોઇપણ સંજોગોમાં જીતવી પડશે.

બટલરના વાવાઝોડામાં ઉડ્યા ભારતીય બોલર

ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 બોલમાં અણનમ 83 રન ફટકાર્યા હતા. તેણે 5 ફોર અને 4 છગ્ગા માર્યા હતા. જ્યારે જોની બેયરસ્ટે 28 બોલમાં 40 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જેસન રોયે 9 અને ડેવિડ મલાને 18 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ અને વોશિંગ્ટન સુંદરને એક એક સફળતા મળી હતી.

કોહલી સિવાય તમામ ફેલ

ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક અણનમ 77 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે 20 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું.

આ મેચમાં પણ કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થતા લોકો ભડક્યા હતા. આ પહેલા સીરીઝની બીજી મેચમાં પણ તે શૂન્ય પર આઉટ થયો હતો. જોકે કેપ્ટન વિરાટ રાહુલના સપોર્ટમાં ઉતર્યો છે. કેપ્ટન કોહલીનું માનવું છે કે, બેટ્સમેન કેએલ રાહુલ ટી20 ક્રિકેટમાં ચેમ્પિયન ખેલાડી છે અને રોહિત શર્મની સાથે ભારતના મુખ્ય બેટ્સમેનમાંથી એક છે. 

વિરાટ કોહલીએ કર્યો કેએલ રાહુલનો સપોર્ટ

કેએલ રાહુલના સપોર્ટ કરવા પર ઉઠી રહેલ સવાલો પર કેપ્ટન વિરાટ કોહલીએ તેનો બચાવ કરતાં કહ્યું કે, “કેટલીક મેચ પહેલા હું ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હતો. રાહુલ ચેમ્પિયન ખેલાડી છે. જો તમે વિતેલા 2-3 વર્ષોમાં તેના આંકડા પર નજર કરશો તો કદાચ તે ટી20 મેચમાં અન્ય કોઈપણ ખેલાડીથી સારો ખેલાડી છે અને અમે આગળની મેચમાં પણ તેની પાસે  ઓપનિંગ કરાવીશું. તે રોહિત શર્માની સાથે ઓપનિંગ બેટ્સમેન રહેશે. ટી20 સહજતાની રતમ છે, તમારા બેટથી કેટલાક શારા શોટ નીકળે એટલે બધું નોર્મલ થઈ  જાય છે.”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Embed widget