ત્રીજી ટેસ્ટ પહેલા વિરાટ-રોહિતના રેકોર્ડ પર એકનજર, બન્નેએ બ્રિસબેનમાં કેવી કરી છે બેટિંગ ? જોઇ લો આંકડા
IND vs AUS Rohit Virat Test Records at Brisbane: બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટનો એડિલેડ ઓવલમાં શાનદાર રેકોર્ડ છે
IND vs AUS Rohit Virat Test Records at Brisbane: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25માં બે ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું, પરંતુ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટનો એડિલેડ ઓવલમાં શાનદાર રેકોર્ડ છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસબેન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. જે 14 થી 18 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ પહેલા એ જાણવું રસપ્રદ રહેશે કે બ્રિસબેન ક્રિકેટ સ્ટેડિયમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ શું છે.
બ્રિસબેનમાં વિરાટ કોહલીનો રેકોર્ડ
ટેસ્ટઃ - વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમ્યો છે. તેણે વર્ષ 2014માં એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ બે ઇનિંગ્સ રમી હતી. જેમાં તેણે 10ની એવરેજથી 20 રન બનાવ્યા હતા.
ODI: વિરાટ કોહલીએ ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર 4 ODI મેચ રમી છે. આ 4 ODI મેચોમાં તેણે 77ના સ્ટ્રાઈક રેટથી 141 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.
T20: ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીનો T20 રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. કોહલી આ મેદાન પર માત્ર એક જ T20 મેચ રમ્યો છે. જેમાં તેણે 50ના સ્ટ્રાઈક રેટથી માત્ર 4 રન બનાવ્યા છે.
બ્રિસબેનમાં રોહિત શર્માનો રેકોર્ડ
ટેસ્ટઃ રોહિત શર્મા વર્ષ 2014 અને 2021માં બ્રિસબેન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેણે આ બે ટેસ્ટ મેચમાં 4 ઇનિંગ્સ રમી છે. જેમાં રોહિત શર્માએ 20.8ની એવરેજથી 83 રન બનાવ્યા છે.
ODI: રોહિત શર્માએ બ્રિસબેન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 5 ODI મેચ રમી છે. આ 5 મેચમાં તેણે 85ના સ્ટ્રાઈક રેટથી 155 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે.
T20: રોહિત શર્મા પણ બ્રિસબેન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે T20 માં ખૂબ જ ખરાબ આંકડા ધરાવે છે. રોહિત આ મેદાન પર માત્ર એક જ T20 મેચ રમ્યો છે. જેમાં તેણે 87.5ના સ્ટ્રાઈક રેટથી માત્ર 7 રન બનાવ્યા છે.
આ પણ વાંચો
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?