Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને 29 નવેમ્બરે ICCની બેઠક યોજાશે
Champions Trophy 2025: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને 29 નવેમ્બરે ICCની બેઠક યોજાશે. આ બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સહિત બોર્ડના તમામ સભ્યો હાજર રહેશે. વાસ્તવમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ટીમે પાડોશી દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારથી ટુનામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે ICCએ આ બેઠકોનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ જ ચેમ્પિયન્સ ટ્રોફી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
શું ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિના રમાશે?
આઈસીસીની બેઠકમાં ત્રણ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે, માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે આમાંથી એક વિકલ્પ પર વિચાર કરવામાં આવશે. પહેલો વિકલ્પ એ છે કે ટુનામેન્ટ હાઇબ્રિડ મોડલ પર યોજાવી જોઇએ. ટીમ ઈન્ડિયા સિવાયની તમામ મેચો માત્ર પાકિસ્તાનમાં જ રમાશે. બીજો વિકલ્પ એ છે કે ટૂનામેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનની બહાર રમાશે અને યજમાન અધિકાર PCB પાસે રહેશે. છેલ્લો વિકલ્પ એ છે કે આ સમગ્ર ટુનામેન્ટ પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારત તેમાં રમશે નહીં. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ત્રીજા વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. એટલે કે તે ભારત વિના આ ટૂર્નામેન્ટ યોજવા તૈયાર છે.
PCB હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી
પીટીઆઈના અહેવાલ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને જાણ કરી છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલને સ્વીકારશે નહીં. PCBએ બોર્ડની બેઠકમાં વિકલ્પ પર ચર્ચા ન કરવા પણ કહ્યું છે. એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, 'હું પુષ્ટી કરી શકું છું કે પીસીબીએ થોડા કલાકો પહેલા આઈસીસીને કહ્યું હતું કે ટૂર્નામેન્ટનું હાઇબ્રિડ મોડલ સ્વીકાર્ય નથી.'
અન્ય એક સૂત્રએ પુષ્ટી કરી છે કે પીસીબીએ આઈસીસીને યાદ અપાવ્યું છે કે શું બીસીસીઆઈએ તેની સરકાર તરફથી લેખિતમાં એક પત્ર રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમવા માટે મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રએ કહ્યું, 'આઈસીસીના નિયમો હેઠળ જો કોઈ ટીમ કહે છે કે તેની સરકાર તેને કોઈપણ મેદાન પર અન્ય દેશમાં રમવાની મંજૂરી નથી આપી રહી, તો બોર્ડે તેની સરકારની સૂચનાઓ લેખિતમાં સબમિટ કરવી પડશે, જે અમે હજી સુધી જોયું છે.
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ