શોધખોળ કરો

...તો ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલ! રોચક છે ચેમ્પિયન્સ ટ્રોફીનું સમીકરણ

જો શુક્રવારે અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ અપસેટને કારણે ઇગ્લેન્ડની ટીમ સેમિફાઇનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાને સેમિફાઇનલ માટે પોતાનો દાવો જાળવી રાખ્યો હતો. આજે (28 ફેબ્રુઆરી) ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે ચાહકો દ્વારા સૌથી વધુ જોવાયેલી મેચ છે.

શું ભારત AFG સામે સેમિફાઇનલમાં પહોંચશે?

જો શુક્રવારે અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. અફઘાન ટીમ પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહી છે, તેથી જો તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે તો તે તેના માટે એક મોટી ક્ષણ હશે. સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો સામનો ભારત સામે પણ થઈ શકે છે.

જો અફઘાનિસ્તાનની ટીમ તેના ગ્રુપ (ગ્રુપ-બી) માં બીજા ક્રમે રહે છે. જ્યારે જો ભારત તેના ગ્રુપમાં ટોચ પર રહેશે તો બંને વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે. જો ભારતીય ટીમ તેના ગ્રુપમાં બીજા ક્રમે રહે અને અફઘાનિસ્તાન તેના ગ્રુપમાં પ્રથમ ક્રમે રહે તો પણ બંને વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે.

જો અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો તે 4 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં પહોંચશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ સામે જીત મેળવે છે તો તે 5 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર રહેશે અને સેમિફાઇનલમાં પહોંચશે. આવી સ્થિતિમાં જો ભારત ન્યૂઝીલેન્ડને હરાવે છે તો રોહિત બ્રિગેડ તેના ગ્રુપમાં ટોચ પર રહેશે અને સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો સામનો કરશે.

અફઘાનિસ્તાન પણ તેના ગ્રુપમાં ટોચ પર રહી શકે છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયાને હરાવે અને 4 પોઈન્ટ સાથે સમાપ્ત થાય. જ્યારે ઇંગ્લિશ ટીમે તેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમ 4 પોઈન્ટ સાથે ટોચ પર રહીને સેમિફાઇનલમાં પહોંચશે. જ્યારે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના 3-3 પોઈન્ટ રહેશે. પછી નેટ રન રેટના આધારે ગ્રુપ B માંથી દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં જશે. આ પછી જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે હારી જાય અથવા તે મેચ ધોવાઈ જાય તો સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે થશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ગ્રુપ-એ માંથી ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જોકે, બંને ટીમોમાંથી કઈ ટીમ નંબર 1 પર રહેશે તે 2 માર્ચે નક્કી થશે. ન્યૂઝીલેન્ડની ટીમ બે મેચમાં બે જીત સાથે આ ગ્રુપમાં નંબર વન પર છે. કિવી ટીમનો નેટ રન રેટ 0.863 છે. બીજી તરફ ભારતીય ટીમ હાલમાં બે મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. ભારતના 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.647 છે. જ્યારે બાંગ્લાદેશ ત્રીજા સ્થાને રહ્યું, જ્યારે પાકિસ્તાન ચોથા સ્થાને રહ્યું હતું. બંને ટીમોનો એક-એક પોઈન્ટ હતો, પરંતુ સારા નેટ રન રેટને કારણે બાંગ્લાદેશ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યું હતું.

જ્યારે ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાના બે મેચમાં 3 પોઈન્ટ છે અને તે હાલમાં નંબર વન પર છે. દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા સાથેની તેની મેચ અનિર્ણિત રહી હતી. દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ 2.140 છે, જે ઉત્તમ ગણાશે. ઓસ્ટ્રેલિયાના પણ બે મેચમાં 3 પોઈન્ટ છે પરંતુ તેનો નેટ રન રેટ (0.475) દક્ષિણ આફ્રિકા કરતા ઓછો છે. ત્રીજા ક્રમે રહેલી અફઘાનિસ્તાનની ટીમ 2 મેચમાં 2 પોઈન્ટ ધરાવે છે અને તેમનો નેટ રેટ (-0.990) છે. ચોથા નંબર પર ઇંગ્લિશ ટીમ છે, જેનું ખાતું હજુ સુધી ખુલ્યું નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ઓસ્ટ્રેલિયાની જીતથી આ દેશ માટે સોનામાં સુગંધ, સેમિફાઇનલમાં સીધી એન્ટ્રી લગભગ પાક્કી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ, પાટીલે કહ્યુ- જળસંચય કરીશું તો જ જીવન બચાવી શકીશું
બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ, પાટીલે કહ્યુ- જળસંચય કરીશું તો જ જીવન બચાવી શકીશું
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ? | 30-5-2025Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં ધોધમાર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?Gujarat Corona Case: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 33 કેસ, જુઓ વીડિયોમાંSurat News: સુરતમાં કચરાની ગાડીની અડફેટે બાળકના મોતને લઈ તપાસના આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ, પાટીલે કહ્યુ- જળસંચય કરીશું તો જ જીવન બચાવી શકીશું
બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ, પાટીલે કહ્યુ- જળસંચય કરીશું તો જ જીવન બચાવી શકીશું
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
અંકિતા ભંડારી હત્યા કેસમાં 3 વર્ષ બાદ ન્યાય, રિસોર્ટ માલિક સહિત ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
સસ્તા અનાજના લાભાર્થીની વધી શકે છે મુશ્કેલી, પહેલી જૂનથી અનાજનું વિતરણ બંધ
સસ્તા અનાજના લાભાર્થીની વધી શકે છે મુશ્કેલી, પહેલી જૂનથી અનાજનું વિતરણ બંધ
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
PBKS vs RCB: વિરાટ કોહલીએ ઉડાવી મુશીર ખાનની મજાક? કહ્યું- 'પાની પિલાતા હૈ યે', વાયરલ થયો વીડિયો
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
લગ્નના કેટલા સમય પછી પતિ-પત્ની માંગી શકે છે ડિવોર્સ? હાઇકોર્ટે સ્પષ્ટ કરી સ્થિતિ
9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું 
9 વર્ષ બાદ RCB ની ફાઈનલમાં એન્ટ્રી, ક્વોલીફાયર-1 માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું 
Embed widget