ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ઓસ્ટ્રેલિયાની જીતથી આ દેશ માટે સોનામાં સુગંધ, સેમિફાઇનલમાં સીધી એન્ટ્રી લગભગ પાક્કી
અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાના વિજયથી ગ્રુપ Bમાં સમીકરણો બદલાયા, દક્ષિણ આફ્રિકાને ફાયદો, જાણો કેવી રીતે.

Australia vs Afghanistan 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે. ગ્રુપ Aમાંથી ભારત અને ન્યુઝીલેન્ડે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે, જ્યારે ગ્રુપ Bમાં હજુ પણ સ્પર્ધા જામી છે. જો કે, ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન સામેની જીત એક ટીમ માટે સેમિફાઇનલનો દરવાજો ખોલી શકે છે અને તે ટીમ છે દક્ષિણ આફ્રિકા.
ગ્રુપ Bમાં હાલમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલમાં પહોંચવા માટે જોરદાર ટક્કર છે. ત્રણેય ટીમો પાસે આગળ વધવાની તક છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન પર સંભવિત જીત દક્ષિણ આફ્રિકા માટે ઘણી રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. ચાલો સમજીએ કે કેવી રીતે.
પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર
હાલમાં ગ્રુપ Bના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની ટીમ ટોચ પર છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંનેએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સમાન મેચો રમી છે અને બંનેના 3-3 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે અને એક વરસાદના કારણે રદ થઈ છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પણ એટલી જ મેચોમાં સમાન પોઈન્ટ મેળવ્યા છે. જો કે, નેટ રન રેટમાં દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાથી આગળ છે. દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ +2.140 છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ +0.475 છે. આ કારણે દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. અફઘાનિસ્તાન બે મેચમાં એક જીત અને એક હાર સાથે ત્રીજા સ્થાને છે અને તેનો નેટ રન રેટ -0.990 છે.
ઓસ્ટ્રેલિયાની જીતથી દક્ષિણ આફ્રિકાને ફાયદો
હવે સમીકરણ એ છે કે, જો 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયા જીતે છે, તો તેના સીધા 5 પોઈન્ટ થઈ જશે અને તે સેમિફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાની જીતની સ્થિતિમાં અફઘાનિસ્તાન માત્ર 2 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ જશે. આવી પરિસ્થિતિમાં 1 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ માત્ર ઔપચારિક બની રહેશે, કારણ કે દક્ષિણ આફ્રિકા પહેલાથી જ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. પછી ભલે દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ સામે હારે કે જીતે, તેના સેમિફાઇનલમાં જવાના ચાન્સ પર કોઈ અસર નહીં પડે. કારણ કે દક્ષિણ આફ્રિકા પાસે પહેલાથી જ 3 પોઈન્ટ છે અને ઓસ્ટ્રેલિયાની જીત બાદ તેના 5 પોઈન્ટ થઇ જશે.
આમ, ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન સામેની જીત દક્ષિણ આફ્રિકા માટે સેમિફાઇનલની ટિકિટ લગભગ પાક્કી કરી દેશે. ક્રિકેટ ચાહકો હવે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચ પર મીટ માંડીને બેઠા છે, કારણ કે આ મેચ ગ્રુપ Bના સેમિફાઇનલના ચિત્રને ઘણું ખરું સ્પષ્ટ કરી દેશે.
આ પણ વાંચો....



















